સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 19 ઑગસ્ટ 2017 (10:44 IST)

ભાજપા 50 વર્ષ માટે સત્તામાં આવી અને અમને કાળાનાણા નથી જોઈતા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસ પર હુમલો કરતા પોતાના દળની તુલના કમ્યુનિસ્ટ સાથે કરી નાખી. તેમણે કહ્યુ કે દેશમાં કમ્યુનિસ્ટ અને ભાજપા જે એવા દળ છે જે સિદ્ધાંતોના આધાર પર ચાલે છે. તેમણે કહ્યુ કે કામકાજમાં પારદર્શિતા લાવવી જરૂરી છે. સંગઠન ચલાવવા માટે ભાજપાને કાળુનાણુ નહી ઈમાનદારીનો પૈસો જોઈએ. આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં વર્તમાન કરતા વધુ સીટો પર કબજો કરવાનો છે. 
 
ભોપાલના ત્રણ દિવસીય પ્રવાસે પર ગયેલા શાહે પાર્ટીના કોર ગ્રુપના સભ્યો, પ્રદેશ પદાધિકારિઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા અધ્યક્ષોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા કહ્યું કે, સંગઠનના કાર્યકર્તાઓને હવે આરામ કરવાનો અધિકાર નથી, આ રાષ્ટ્રમાં સમૃદ્ધ સકારાત્મક પરિવર્તન જોવા માંગો છો તો આપણે થાક્યા વગર, અટક્યા વગર આપણી દિશામાં આગળ વધવું પડશે.
 
 તેમણે કહ્યું કે, ‘આપણે સત્તામાં પાંચ-દસ વર્ષ માટે નથી’ પણ ઓછામાં ઓછા 50 વર્ષ માટે આવ્યા છે. આ વિચાર સાથે આપણને આગળ વધવું જોઇએ અને આ વિશ્વાસ સાથે આગળ વધવાનું છે કે 40-50 વર્ષની સત્તાના માધ્યમથી આ રાષ્ટ્રમાં એક વ્યાપક પરિવર્તન લાવશું,
 
 અમિત શાહે આગળ કહ્યું કે, અમારી પાસે આજે કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતીની સરકાર છે. 330 સાંસદ અને 1387 ધારાસભ્ય છે. પાર્ટી આજે સર્વોચ્ચ સ્થાન પર દેખાય છે. વધુમાં કહ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી કામરુપથી કચ્છ સુધી કોઈ બૂથ એવા નહીં રહે જ્યાં આપણે ના હોય. દેશવાસીઓએ આપણી ઉપર વિશ્વાસ કર્યો છે. તેથી આપણા નાગરીકોના ભરોસા પર ખરા ઉતરવું પડશે.