ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 18 ડિસેમ્બર 2024 (18:27 IST)

આંબેડકર આખા દેશ માટે પૂજનીય... શાહને કેબિનેટમાંથી બરતરફ કરે મોદી, ખરગેનો બીજેપી પર હુમલો

amit shah
કોંગ્રેસે અમિત શાહના નિવેદન પર બીજેપીની આલોચના કરી. કોંગ્રેસે કહ્યુ કે શાહે આંબેડકરનુ અપમાન કર્યુ છે. ખરગેએ શાહ પાસે માફી અને પીએમ પાસે તેમના રાજીનામાની માંગ કરી. તેમણે કહ્યુ કે મોદી અને શાહ પાક્કા મિત્ર છે. ખરગેએ કહ્યુ કે બીજેપી-આરએસએસ સંવિઘાન નહી, મનુસ્મૃતિને માને છે. 
 
 નવી દિલ્હી. કોંગ્રેસે બીઆર આંબેડકર પર ટિપ્પણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આલોચના કરી છે. કોંગ્રેસે કહ્યુ કે આ લોકો સંવિઘાનને નથી માનતા. તેમણે કહ્યુ કે બાબા સાહેબ પર અમિત શાહનુ નિવેદન દુર્ભાગ્યપુર્ણ છે. તેમણે કહ્યુ કે આ લોકો મનુસ્મૃતિને માને છે. ખરગેએ કહ્યુ કે પીએમ મોદી પણ અમિત શાહના બચાવમાં આવી ગયા છે. મોદી અને અમિત શાહ ઊંડા મિત્રો છે. ખરગેએ કહ્યુ કે શાહે પોતાના નિવેદન માટે માફી માંગે અને પીએમ મોદી શાહને બરતરફ કરે. 
 
ગૃહમંત્રીને બરતરફ કરે પીએમ 
પીએમ મોદીના મનમાં જો બાબા સાહેબ માટે થોડી પણ શ્રદ્ધા છે તો તેમણે ગૃહમંત્રી અમિત શાહને બરખાસ્ત કરી દેવા જોઈએ. ખરગેએ કહ્યુ કે જો વ્યક્તિ સંવિઘાનનુ અપમાન કરે છે તેને કેબિનેટમાં રહેવાનો કોઈ હક નથી. ખરગેએ કહ્યુ કે ગૃહમંત્રીએ સંસદમાં બાબા સાહેબને લઈને ખૂબ જ નિંદનીય નિવેદન આપ્યુ છે. તેમણે દલિતો અને દેશના નાયકનુ અપમાન કર્યુ છે. 

 
કોંગ્રેસ અધ્યક્ષ ખરગે એ કહ્યુ કે BJP-RSSના લોકો સંવિઘાનને માનતા નથી. આ લોકો મનુસ્મૃતિને માનનારા લોકો છે. કારણ કે એમા જ સ્વર્ગ નરક અને જાતિઓ વિશે કહ્યુ અને લખવામાં આવ્યુ છે. ખરગે એ કહ્યુ કે શુ બાબા સાહેબ આંબેડકરનુ નામ લેવુ ગુનો છે. તેમણે કહ્યુ કે તેમનો ઈરાદો બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ સંવિધાનનો વિરોધ કરવાનો હતો. 
 
તેમને કહ્યુ કે મે તેનો વિરોધ કર્યો પણ મને તક ન આપવામાં આવી. જેથી બાબા સાહેબ આંબેડકર પર સદનની કાર્યવાહી ચાલી રહી હતી. તેથી અમે બધાએ ખામોશ રહેવાનો નિર્ણય કર્યો. આજે અમે બધી પાર્ટીના નેતાઓએ એક થઈને સવાલ ઉઠાવ્યો. અમિત શાહે બાબા સાહેબ આંબેડકરનુ અપમાન કર્યુ છે તો તે ખોટુ છે. હુ તેમના રાજીનામાની માંગ કરુ છુ.