બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર. , બુધવાર, 26 જૂન 2019 (11:23 IST)

જમ્મુ-કાશ્મીર - ગૃહમંત્રીના રૂપમાં આજે અમિત શાહની પ્રથમ મુલાકત, ડોગરા ફ્રંટની માંગ, અલગાવવાદીઓ સાથે વાતચીત કોઈ વાતચીત ન કરે

ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ બુધવારે પહેલીવાર જમ્મુ કાશ્મીર જશે. પોતાના બે દિવસના પ્રવાસમાં અધિકારીઓ સાથે અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ શાહ અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન પણ કરશે.  ગૃહ મંત્રીના પ્રવાસ પહેલા રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ હતુ કે અલગાવવાદી નેતા ઘાટીમાં શાંતિને લઈને વાતચીત માટે તૈયાર છે. પણ ડોગરા ફ્રંટના કાર્યકર્તાએ આનો વિરોધ કર્યો છે. 
 
કાર્યકર્તાઓએ કહ્યુ છે કે અમિત શહાને હુર્રિયત અને અલગાવવાદી નેતાઓ સાથે કોઈ વાતચીત ન કરવી જોઈએ. સરકાર પાકિસ્તાન પરસ્ત સૈયદ અલી શહ ગિલાની અને મીરવાઈજ ઉમર ફારુક જેવા હુર્રિયત નેતાઓને જેલમાં નાખે. ડોગરા ફ્રંટના કાર્યકત્તાઓએ પોતાની માંગને લઈને પણ પ્રદર્શન કર્યુ હતુ. 
 
કાશ્મીરમાં અમરનાથ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલશે આ માટે રાજ્યમાં સુરક્ષાની અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. અનંતનાગ જીલ્લાના પહેલગામ ટ્રૈક અને ગાંદરબલ જીલ્લાના બાલટાલ ટ્રૈક પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.  તીર્થયાત્રી અમરનાથ જવા માટે મુખ્ય રૂપથી આ બે માર્ગોનો ઉપયોગ કરે છે. અહી એક લાખથી વધુ સુરક્ષા કર્મચારીઓ 24 કલાક ગોઠવાયેલા છે. 
 
જમ્મુ કાશ્મીર અનામત સંશોધન બિલ લોકસભામાં રજુ થયુ 
 
તેમની આ મુલાકાત પહેલા શાહ તરફથી કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ સોમવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ 2019 રજુ કર્યુ હતુ. જેના દ્વારા અનામત અધિનિયમ 2004માં ફેરફાર કરવામાં આવશે. બિલ પાસ થવાથી આંતરરાષ્ટ્રીય સીમા પાસે રહેનારા લોકોને પણ અનામતનો લાભ મળી શકશે. સંશોધન મુજબ કોઈપણ વ્યક્તિ જે પછાત ક્ષેત્ર, નિયંત્રણ રેખા (એલઓસી)અને આંતરરાષ્ટ્રીય સીમા પાસે સુરક્ષા કારણોથી ચાલ્યો ગયો હોય તેને પણ અનામતનો ફાયદો મળી શકશે.