1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 5 ઑક્ટોબર 2019 (12:16 IST)

JK: 370 હટાવવાના બે મહિના પછી સુરક્ષાબળો પર ગ્રેનેડ હુમલો, 10 લોકો ઘાયલ

370
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળો પર આતંકવાદીઓને હુમલો કર્યો. આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગ્રેનેડ ફેક્યુ છે. હુમલો અનંતનાગના ડીસી ઓફિસની બહાર થયો છે. જેમા 5 લોકો ઘાયલ થઈ ગયા છે.

 
અહીં ડીસી ઓફિસની સુરક્ષામાં દરવાજા પર તૈનાત સુરક્ષાબળો પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા અને તેઓ ભાગી ગયા. આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા સુરક્ષાબળોના જવાન છે કે સ્થાનિક રહેવાસી તેની માહિતી હજુ સામે આવી નથી.
 
આપને જણાવીદઇએ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને આજે બે મહિના થયા છે. આતંકીઓ દ્વારા સતત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાના વિરોધમાં પગલાં ઉઠાવા જઇ રહ્યા છે. આ બધની વચ્ચે અનંતનાગમાં આ હુમલાને અંજામ અપાયો છે.