સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 17 ઑગસ્ટ 2019 (13:07 IST)

કાશ્મીરની ઘાટીમાં એકવાર ફરી રણકી ઉઠી ફોનની ઘંટીઓ, જમ્મુમાં 2G ઈંટરનેટ પણ શરૂ

જમ્મુ કાશ્મીર.માં આર્ટીકલ 370 હટાવ્યા પછી લગાવેલ રોક પર હવે ધીરે ધીરે ઢીલ આપવામાં આવી રહી છે. ઘાટીમાં શાંતિ વ્યવસ્થા કાયમ રાખવાના હેતુથી ટેલીફોન અને ઈંટરનેટ સેવાઓ રોકવામાં આવી હતી. જો કે છેલ્લા 12 દિવસ પછી કાશ્મીર ઘાટી માં એકવાર ફરીથી ટેલીફોનની ઘંટડીઓ રણકવા માંડી છે. તો બીજી બાજુ જમ્મુના પાંચ જીલ્લામાં 2G ઈંટરનેટ સેવા પણ શરૂ કરવામાં આવી છે. 
 
ઘાટીના 100માંથી 17 ટેલીફોન એક્સચેંજ ચાલુ 
 
એક રિપોર્ટ મુજબ અધિકારીઓએ જણાવ્યુ કે 100થી વધુ ટેલીફોન એક્સચેંજમાંથી 17ને ચાલુ કરવામાં આવ્યા છે. આ એક્સચેંજ મોટેભાગે સિવિલ લાઈસેંસ ક્ષેત્ર, છાવણી ક્ષેત્ર, શ્રીનગર જીલ્લાના હવાઈ મથકો પાસે છે.  મધ્ય કશ્મીરમાં બડગામ, સોનમર્ગ અને મનિગર્મમાં લૈંડલાઈન સેવાઓ ચાલુ કરવામાં આવી છે.  બીજી બાજુ ઉત્તર કાશ્મીરમાં ગુરેજ, તંગમાર્ગ, ઉરી કેરન કરનાહ અને ગંગાઘર વિસ્તારમાં સેવાઓ ચાલુ કરાઈ છે. જ્યારે કે દક્ષિણ કશ્મીરમાં કાજીગુંડ અને પહેલગામ વિસ્તારમાં સેવાઓ ચાલુ કરવામાં આવી છે. 
 
 
આવતા અઠવાડિયાથી ચાલુ થશે શાળા-કોલેજ 
 
આ પહેલા જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમ્ણ્યમે શુક્રવારે ચરણબદ્ધ અને વ્યવસ્થિત રીતે રોકમાં ઢીલ કરવાની જાહેરાત કરી હતી.  જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવે શુક્રવારે મીડિયા સાથે વ આત કરત કહ્યુ કે કાશ્મીરના મોટાભાગના ફોન લાઈનો આ અઠવાડિયાના અંત સુધી મુક્ત કરવામાં આવશે અને વિદ્યાલય ક્ષેત્રના હિસાબથી આવતા અઠવાડિયે શરૂ થશે.  
 
તેમણે કહ્યુ કે 5 ઓગસ્ટના રોજ જ્યારે રોક લગાવી હતી ત્યારથી ન કોઈએ જીવ ગુમાવ્યો છે કે ન તો કોઈ ઘાયલ થયુ છે.  5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જાથી હટાવી દેવાયો હતો અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે ભાગ પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ કે આગામી થોડા દિવસમાં રોકમાં વ્યવસ્થિત રૂપે ઢીલ આપવામાં આવશે.