ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 12 ઑગસ્ટ 2019 (11:00 IST)

370 પર બોલ્યા મોદી - સમજી વિચારીને લીધો છે નિર્ણય, J&Kને લઈને જાણો શુ છે મોદી સરકારનો પ્લાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટિકલ 370 હટવાને જમ્મુ કાશ્મીરના વિકાસ માટે મીલનો પત્થર બતાવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે ખૂબ સમજી વિચારીને અમે આર્ટિકલ 370 પર નિર્ણય લીધો. ઈકોનોમિક ટાઈમ્સને આપેલ ઈંટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યુ કે હવે જમ્મુ-કાશ્મીરમાં પણ દેશના અન્ય રાજ્યો જેવો જ વિકાસ થશે. 
 
તેમણે કહ્યુ કે પ્રદેશમાં રોકાણ અને રોજગારના નવી તક વધશે અને સ્થાનીક લોકોનો પણ વિકાસ થશે.  તેમણે કહ્યુ કે  અત્યારથી જ અનેક મુખ્ય ઉદ્યોગપતિઓએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણની ઈચ્છા વ્યક્ત કરી છે.  તેનાથી સ્થાનીક યુવાઓને રોજગાર તો મળશે જ સાથે જ તેમના આગ્ળ વધવામાં પણ નવી દિશા મળશે. 
 
જાણૉ મોદી સરકારનો કાશ્મીરને લઈને આગળ શુ પ્લાન છે  
 
- જમ્મુ કાશ્મીરમાં કેટલાક ક્ષેત્રમાં રોકાણની તક ખૂબ વધશે. જેવા કે પર્યટન, ખેતી, આઈટી અને હેલ્થકેયર વગરે.  તેમણે કહ્યુ કે એક ઈકોસિસ્ટમનુ નિર્માણ થશે જેનાથી પ્રદેસહ્ના સ્કિલ, મહેનત અને ઉત્પાદો માટે સારા પરિણામ લઈને આવશે.  આર્ટિકલ 370 પર જમ્મુ-કાશ્મીરનો વિકાસ ચોક્કસ છે. 
 
- શિક્ષા ક્ષેત્રમાં સારી સંસ્થાઓ જેવી કે આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સ દ્વારા ક્ષેત્રના યુવાઓ માટે સારી શૈક્ષણિક તક ઉભી થવા ઉપરાંત વર્કફોર્સ પણ તૈયાર થશે અને ઘાટીમાં રોજગારની તક પણ ઉભી થશે. 
 
- ક્ષેત્રમા માર્ગ, નવી રેલ લાઈન અને એયરપોર્ટનુ આધુનિકરણ વગેરે પર કામ પ્રસ્તાવિત છે.  જેથી તેને અન્ય રાજ્યો સાથે પણ જોડી શકાય. જેનાથી ક્ષેત્રના સ્થાનીક ઉત્પાદ સારી કનેક્ટિવિટીને કારણે આખા દેશ અને વિદેશ સુધી પહોંચી શકશે.  કાશ્મીરના પ્રોડક્ટ લોકોને ફાયદો પહોંચાડશે અને તેમને મોટુ મંચ મળશે. 
 
- ઉલ્લેખનીય છે કે આ અગાઉ જ્યારે 8 ઓગસ્ટે મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યુ હતુ ત્યારે તેમણે કહ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવો ભારત સરકારનો આંતરિક મામલો છે.  તેમણે સાથો સાથ પાકિસ્તાન પર પણ નિશાન સાંધ્યું હતું અને કહ્યું હતું કે પાકિસ્તાન સતત કાશ્મીરમાં આતંક ફેલાવાની કોશિષ કરતું આવ્યું છે પરંતુ હવે તેમની કોશિષોને નિષ્ફળ કરાશે. તેમણે કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરને ખૂબ સમય સુધી અનેક સુવિદ્યાઓથી વંચિત રહેવુ પડ્યુ પણ હવે ત્યાના લોકોને પણ દેશના અન્ય ભાગની જેમ સુવિદ્યાઓ મળશે.