મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (12:17 IST)

Live - લોકસભામાં બોલ્યા અમિત શાહ - કાશ્મીર અને અક્સાઈ ચીન માટે જીવ આપી દઈશુ

રાજ્યસભામાં પાસ થયા પછી આજે ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને લોકસભામાં ચર્ચા માટ મુકવામાં આવ્યુ છે ગઈકાલની વોટિંગ પછી ઉચ્ચ સદનમાંથી બિલને મંજુરે મળી ગઈ હતે જેના પક્ષમાં 125 અને વિપક્ષમાં 61 વોટ પડ્યા હતા. લોકસભામાં જમ્મુ કશ્મીરમાં વિશ્ષ અધિકાર આપનારી ધારા 370ને ખતમ કરવાનો સંકલ્પ પણ રજુ કરવામાં આવ્યો. સાથે જ જમ્મુ કાશ્મીર અનામત બિલ પર પણ સદનમાં ચર્ચા ચાલુ છે. 
 
શાંતિથી કરો ચર્ચા, દુનિયા જોઈ રહે છે - ગૃહ મંત્રી અમિત શહએ પુનર્ગઠન બિલ પર કહ્યુ કે અમે જમ્મુ-કાશ્મીર માટે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ લઈને આવી રહ્યા છે. જેમા લદ્દાખ અને જમ્મુ કાશ્મીર હશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા હશે અને પસંદગી કરેલ મુખ્યમંત્રી એ કામ કરશે.  જમ્મુ કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે અને તેના પર કાયદો બનાવવાનો અધિકાર આ સંસદને છે. અમિત શાહે કહ્યુ કે અમે સવાલનો જવાબ આપવા માટે પણ તૈયાર છીએ. તમે તેના પર ચર્ચા કરો. અમે શાંતિના વાતાવરણમાં ચર્ચા ઈચ્છીએ છીએ.  કારણ કે ઘાટી સહિત આખો દેશ અને દુનિયા આપણને જોઈ રહી છે. 
 
કોંગ્રેસે બે વાર કર્યો આ જોગવાઈનો પ્રયોગ - ગૃહ મંત્રી - અમિત શાહે લોકસભામાં કહ્યુ કે વિપક્ષ જે પણ પૂછશે તેનો જવાબ આપીશુ પણ પહેલા મને મારી વાત કહેવા દો. તેમણે કહ્યુ કે ધારા 373(3) નો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ તેને સીઝ કરી શકે છે. પણ રાષ્ટ્રપતિ ત્યારે જ આ નિટિફિકેશન કાઢી શકે છે જ્યારે જમ્મુ-કાશ્મેર સંવિધાન સભાની અનુશંસા હોય. તેમણે કહ્યુ કે આ જોગવાઈનો ઉપયોગ કોંગ્રેસ 1952 માં કરી ચુકી છે. મહારાજા માટે પહેલા સદર એ રિયાસત અને પછી 1965માં તેને ગવર્નર કર્યુ આજે કોંગ્રેસ હલ્લો કરી રહી છે પણ રાષ્ટ્રપતિ તેનો ઉપયોગ કરી ચુક્યા છે. જેન પર સરકારની ઈચ્છા મળી હતી.  જમ્મુ કાશ્મીરમાં વિધાંનસભા નથી ચાલી રહી તેથી આ સંસદમાં જમ્મુ કાશ્મેરના બધા અધિકાર સમયેલા છે. 
 
અક્સાઈ ચીન અને કાશ્મીર માટે જીવ આપી દઈશુ - લોકસભામાં અમિત શાહે કહ્યુ કે શુ કોંગ્રેસ  PoKને ભારતનો ભાગ નથી માનતી. અમે આ માટે જીવ આપવા માટે તૈયાર છીએ.  તેમણે કહ્યુ કે જમ્મુ કાશ્મીરનો 
મતલબ  PoK અને અક્સાઈ ચીન સથે પણ છે.  કારણ કે તેમા બંને સમાયેલ છે. ગૃહ મંત્રીએ કહ્યુ કે આજના પ્રસ્તાવ અને બિલ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે અને આ મહાન સદન તેના પર વિચાર કરવા જઈ રહ્યુ છે. અમિત શાહે કહ્યુ કે રાષ્ટ્રપતિએ ગઈકાલે એક સંવૈદ્યાનિક આદેશ રજુ કર્યો છે. જેના હેઠળ ભારતના સંવિધાનના બધા કરાર જમ્મુ-કાશ્મીરમાં લાગૂ થશે.  સાથે જ જમ્મુ-કાશ્મીરને મળનારા વિશેષ અધિકાર પણ નહી રહે અને પુર્નગઠન બિલ પણ લઈને આવ્યા છીએ.  
 
સંસદને કાશ્મીર પર કાયદો બનાવવાનો હક - અમિત શાહે અધીર રંજનના સવાલનો જવાબ આપતા કહ્યુ કે 1948માં આ મામલો UNમાં પહોંચાડ્યો હતો. પછી ઈન્દિરાજીએ શિમલા કરારમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શહએ કહ્યુ કે જમ્મુ કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે તેના પર કોઈ કાયદો કે સંવૈઘાનિક વિવાદ નથી.  તેમણે કહ્યુ કે જમ્મુ કાશ્મીરે પણ આને સ્વીકર કર્યુ છે. શાહે કહ્યુ કે અનુચ્છેદ  370 (C)માં  આ વાતનો ઉલ્લેખ પણ છે. જમ્મુ કાશ્મીર પર કાયદો બનાવવા માટે આ સંસદ સંપૂર્ણ રીતે સક્ષમ છે.  અમે રાષ્ટ્રપતિની મંજૂરી પછી આ સંકલ્પ લઈને આવ્યા છીએ. 
 
સરકાર પોતાનો પક્ષ સ્પષ્ટ કરે - અમિત શાહે કહ્યુ કે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ કે મુદ્દો સંયુક્ટ રાષ્ટ્રમાં છે અને તેની મંજુરી વગર અમે આ બીલ લઈને આવ્યા છીએ.  કોંગ્રેસ તેના પર પોતાનો પક્ષ સ્પષ્ટ કરે. અધીર રંજને ફરી કહ્યુ કે 1948થી જમ્મુ કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રની નજર હેઠળ છે.  તો આ ભારતનો મામલો કેવી રીતે થઈ ગયો.  જયશંકરે કહ્યુ હતુ કે તેમા મધ્યસ્થતા નથી થઈ શકતી તો આ અંદરનો મામલો છે શુ ? ચૌધરીએ કહ્યુ કે અમે સરકાર પાસેથી જાણવા માંગીએ છીએ કે અને આ અમારો અધિકાર છે. કોંગ્રેસ દેશનુ હિત નથી ઈચ્છતી એવુ વાતાવરણ ન બનાવશો.