ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (23:37 IST)

લોકસભામાં પણ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ, બિલની તરફેણમાં 370 અને વિરોધમાં 70 વોટ પડ્યા

લોકસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ પર ચર્ચા બાદ બહુમતીથી પસાર થયું.  કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ખતમ કર્યા બાદ આજે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જેમાં સંપૂર્ણ બહુમતથી બિલ પાસ થયું હતું.  જેમાં બિલના સમર્થનમાં 351 અને વિરુદ્ધમાં 72 વોટ પડ્યા હતા.. જોકે મતદાનમાં યાંત્રિક ખામી સર્જાતા ફરીથી વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બિલના પક્ષમાં 370 અને વિરુદ્ધમાં 70 વોટ પડયા હતા.
 
ગૃહમાં વોટિંગ દરમિયાન 434  સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ બિલનું સમર્થન કર્યું હતુ. રાજ્યસભામાં સોમવારે આ બિલને મંજૂરી આપવામાં આવી હતી
 
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે 370ની નાબૂદી માટે બિલ લાવીને અમે કોઈ ભૂલ કરી નથી. અમે તો ઐતિહાસિક ભૂલને સુધારવા જઈ રહ્યા છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિલને પસાર કરાવવા બદલ ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન આપ્યા હતા.
 
આ સિવાય તેમણે રાજ્યસભા તથા લોકસભાની કાર્યવાહીને સારી રીતે ચલાવવા બદલ વેકૈયા નાયડુ અને ઓમ બિરલાનો આભાર માન્યો હતો.
 
મોદીએ નવ ટ્વીટ કરીને આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખના લોકોનું કલ્યાણ થશે.
 


 




રાજ્યસભામાંથી પાસ થયા પછી આજે ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીર પુર્નગઠન બિલને લોકસભામાં ચર્ચા માટે મુકવામાં આવ્યુ. જેના પર સદનમાં ચર્ચા ચાલુ છે. ગઈકાલે વોટિગ પછી ઉચ્ચ સદનમાંથી આ બિલને મંજુરી મળી ગઈ હતી. 
 
વોટ બેંક નહી દેશ હિતમાં લીધા નિર્ણય - અમિત શાહે કહ્યુ કે 41 હજાર લોકો માર્યા ગયા છતા પણ શુ આપણે એ જ રસ્તે ચાલવા માંગીએ છીઈ. 70 વર્ષ આ જ રસ્તે ચાલ્યા છે. હવે શુ રસ્તો બદલવો ન જોઈએ.  ક્યા સુધી વોટ બેંકની રાજનીતિ કરતા રહીશુ ક્યારે દેશ હિત અને પાર્ટેના હિત વિશે વિચારીશુ. લદ્દાખના યુવાઓ વિશે ક્યારે વિચારીશુ.  જમ્મુ કાશ્મીરની અંદર મોદી સરકારમાં થનારા વિકાસને આખી દુનિયા જોશે.  અમે ફક્ત વોટ બેંક અને ચૂંટ્ણીના ફાયદા માટે આવા નિર્ણય નથી લેતા પણ દેશ હિત અને દેશની સુરક્ષા માટે આવા નિર્ણય લેવામાં આવે છે. 
 
પૂર્ણ રાજ્ય બનાવવામાં 70 વર્ષ નહી લગાડીએ - અમિત શાહે કહુઉ કે કેન્દ્ર શાસિત પ્રદેશનો સવાલ ચેહ તો બતાવી દૌ કે આ લદ્દાખની માગ્ન હતે પણ કશ્મીર વિશે ફરીથી વિચાર કરવામાં આવશે.  નેહરુજીએ તો 370ને પણ અસ્થાયે બતાવી હતે તેને હટાવવામાયં 70 વર્ષ લાગી ગયા પણ અમે 70 વર્ષ નહી લગાડીએ.  તેમણે કહુઉ કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા મુખ્યમંત્રી મંત્રી બધુ જ રહેશે.  શાહે કહ્યુ કે જનમત સંગ્રહ ત્યારે જ ખતમ થઈ ગયો જ્યારે પાકિસ્તાને ભારતની સીમઓને તોડી હતી. હવે UN મા જનમત સંગ્રહનો કોઈ મુદ્દો નથી. 
 
ભારતનો ભાગ હોત PoK: અમિત શાહ - અમિત શાહે મનીષ તિવારીને સવાલ કરતા કહ્યુ કે જ્યારે આપણી સેના કાશ્મીરમાં વિજયી થઈ રહી હતે અને પાકિસ્તાની કબીલાઈઓને ભગાડ્યા હતા ત્યારે અચાનક શસ્ત્ર વિરામ કોણે કહ્યુ, એ પણ નેહરુજીએ કર્યુ તેને જ કારણે આજે PoK છે.  જો સેનાને એ સમયે છૂટ આપવામા6 આવી હોત તો આખુ PoK ભારતનો ભાગ હોત.  તેમણે કહ્યુ કે સયુક્ત રાષ્ટ્રમાં આ વિષયને કોઅણ લઈને ગયુ. આકાશવાણી દ્વારા ગૃહ મંત્રીને વિશ્વસમાં લીધા વગર મુદ્દાને UN માં લઈ જવામાં આવ્યો. આ કામ પણ નેહરુજીએ જ કર્યુ હતુ. ધારા 370ને કારણે અલગતાવાદની ભાવનાને પાકિસ્તાન  જમ્મુ કાશ્મીરમાં ભડકાવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે 370થી આ દેશના કાયદાની પહોચ ત્યા જતી નહોતી. સાથે જ 371 મહારાષ્ટ્રના વિકાસ સાથે જોડાયુ છે.  તેને અમે કેમ નહી કાઢીએ.  આનાથી ક્યાય પણ દેશની અખંડતા અને એકતા અવરોધાતી નથી.   તેની 370 સાથે કોઈ તુલના નથી કરી શકાતી.  રાજ્યોને કેટલીક સમસ્યાઓને 371માં મુકવામાં આવી છે અને તેની તુલના શક્ય નથી  અને અમે તેને બિલકુલ હટાવવા નથી જઈ રહ્યા. 
 
UNનો પ્રસ્તાવ રદ્દ - અમિત શાહ - અમિત શાહે કહ્યુ છેકે એકવાર ફરી દેશના પ્રધાનમંત્રીની દ્રઢ રાજનીતિને નમન કરવા માંગુ છુ કારણ કે તેમણે સાહસ બતાવીને તેને ખતમ કરવાનો નિર્ણય લીધો. ગૃહ મંત્રીએ કહ્યુ કે યોગ્ય સમય અને પરિસ્થિતિ સામાન્ય થતા જ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપ્વા પર સરકારને કોઈ આપત્તિ નથી. મોદી સરકાર PoKને ક્યારે આપવાની નથી અને ત્યાની 24 સીટો આજે પણ અમારો ભાગ રહેવાની છે.  તેન અપર અમારો દાવો એટલો જ મજબૂત છે. જેટલો પહેલા હતો. 
 
અમિત શાહે કાશ્મીર મુદ્દો UN માં હોવાના અધીએર રંજનના સવાલ પર જવાબ આપ્યો. જેના પર ફરીથી ચૌધરી ઉભા થઈને ગૃહ મંત્રી સાથે સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યુ. અમિત શાહે કહ્યુ કે કાશ્મીર મુદ્દો 1948માં UN માં પહોંચ્યો હતો. પણ જ્યારે ભારત પાકિસ્તાને UN ને પ્રસ્તાવને સ્વીકાર કરી લીહ્દુ ત્યારે કોઈપણ દેશની સેનાને સીમાઓના ઉલ્લંઘનનો અધિકાર નહોતો. પણ 1965માં પાકિસ્તન તરફથી સીમાનુ ઉલ્લંઘન કરવા પર આ પ્રસ્તાવ રદ્દ થઈ ગયો હતો. જમ્મુ કાશ્મીર માટે આ સદનને સંપૂર્ણ અધિકાર મેળવ્યો છે કોઈપન બાધ્યતા નથી. 
 
લોક્સભામાં ગૃહ મંત્રી અમિત શાહનો જવાબ - લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે બિલ પર થયેલ ચર્ચાનો જવાબ આપવો શરૂ કરી દીધો છે અને સદનમાં બીજેપી સાંસદો તરફથી જોરદાર નારેબાજી થઈ રહી છે. અમિત શાહે કહ્યુ કે સદસ્યોના મનના ભાવને સમજવામાં આવી રહ્યુ છે કારણ કે બધા લોકો 70 વર્ષથી એક દુખાવાને દબાવીને બેસ્યા છે. તેમણે કહ્યુ કે એઉવ કહેવાય છે કે કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે પણ કોઈ અન્ય રાજ્યને નથે બોલતા. તેનુ કારણ 370 છે.  કારણ કે તેને જનમાનસના મનમાં શંકા પેદા કરી હતી. કાશ્મીર ભારતનુ અંગ છે કે નહી. ધારા 370 કાશ્મીરને ભારત સાથે જોડતી નથી પણ જોડવાથી રોકે ક હ્હે. જે આજે સદનના આદેશ પછી ખતમ થઈ જશે.