Big Breaking - આજે સંસદમાં 11 વાગ્યે 'મિશન કાશ્મીર' ને લઈને અમિત શાહ આપશે જવાબ
રાજ્યસભાના સભાપતિના એક મોટા નિર્ણય હેઠળ આજે સદનમાં અન્ય બધી કાર્યવાહીઓ રદ્દ કરવામાં આવી છે. આજે સવારે 11 વાગ્યાથી રાજ્યસભામાં ફક્ત જ અમ્મુ કાશ્મીર પર જ ચર્ચા થશે. ગૃહ મંત્રી અમિત શાહ રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પર જવાબ આપશે.
જમ્મુ-કાશ્મીરમાં આજે કંઇક મોટી થવાની અટકળો છે. રાજ્યમાં કલમ 144 લાગૂ કરી દેવાઇ છે. મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સહિત વિપક્ષના કેટલાંય મોટા નેતાઓને નજરકેદ કરી દેવાયા છે. આ બધાની વચ્ચે આજે મોદી કેબિનેટની અગત્યની બેઠક થવાની છે. બેઠક પહેલાં ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજીત ડોભાલ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. હવે પીએમ મોદીની કેબિનેટની બેઠક શરૂ થઇ ગઇ છે. કાશ્મીરના તમામ અપડેટ્સ માટે અહીં જોડાયેલા રહો…
ઉલ્લેખનીય છે કે, રવિવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શાહ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગૌબા પણ હાજર રહ્યાં હતા. સુત્રો તરફથી માહિતી છે કે, અમિત શાહે સુરક્ષા મામલે બેઠક કરી હતી.