મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (18:23 IST)

શા માટે એક માતા તેમના બાળકોને વેચવા લાચાર છે

આખરે આવી શી લાચારી છે જે બિહારની એક મહિલા તેમના બે માસૂમ બાળકોનો સોદો કરવા ઈચ્છે છે. હોસ્પીટલની પથારી પર દર્દથી પસાર થઈ રહી યુવતી તેના બદલામાં પૈસા ઈચ્છે છે. 
 
હકીકતમાં, આ યુવતી ટીબી રોગથી પીડિત છે અને બિહારના નાલંદામાં એક હોસ્પીટલમાં દાખલ છે. એએનઆઈના મુજબ બીમારીથી ઝઝૂમી રહી આ યુવતીનો કહેવુ છે કે તેને ક્યાંથી પણ કોઈ મદદ મથી મળી છે. 
 
યુવતીનો કહેવું છે કે મને ખબર છે કે હું ક્યારે આ દુનિયાને અલવિદા કહી નાખીશ. તેથી હું ઈચ્છુ છે કે આ બાળકોને કોઈને આપી દઉં અને બદલામાં મને પૈસા મળી જાય. 
 
હોસ્પીટલના મેનેજર સુરજીતનો કહેવું છે કે જ્યારે મને ખબર પડી મે આ યુવતીને હોસ્પીટલમાં દાખલ કરાવ્યું. તેમના બન્ને બાળકો પણ કુપોષણનો શિકાર છે. તેમનો પણ આ હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. કુમારએ જણાવ્યુ કે મહિલા ખૂબજ ગરીબ છે અને તેમનો પતિ તેને છોડી દીધું છે. 
 
ટ્વિટર પર પણ તેની ખૂબ  ચર્ચા ચાલી રહી છે.