શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (12:34 IST)

ગુજરાતમાં તહેવારોની મોસમમાં શહેર જિલ્લા પોલીસને ઍલર્ટ રહેવા માટેની તાકીદ

ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો-ઉત્સવો આવતા હોવાથી પોલીસની જવાબદારીમાં વધારો થયો હતો. કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવ્યા બાદની પરિસ્થિતિને ધ્યાને રાખી તહેવારોમાં સમગ્ર રાજ્યમાં પોલીસને ઍલર્ટ રહેવા આદેશ આપ્યા હતા. રાજ્યના મુખ્ય સચિવે રાજ્ય પોલીસ વડા, ચાર શહેરના કમિશનર તમામ રેન્જ, જિલ્લા એસપી સહિત કલેકટર અને ડીડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા, જેમાં પોલીસને આગામી તહેવારો નિમિતે ઍલર્ટ રહેવા તથા કલેકટર અને ડીડીઓને વરસાદ બાબતે સૂચનો કર્યા હતા. 
મુખ્ય સચિવે જિલ્લા પોલીસ વડા, અમદાવાદ-સુરત-રાજકોટ અને વડોદરાના કમિશનર, નવ રેન્જના આઈજી, જિલ્લાના એસપીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. કાશ્મીર મુદ્દે કોઇ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા સૂચનો કર્યા હતા. તા.૧૫મી ઑગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી, સાતમ આઠમ સહિતના તહેવારો અલગ અલગ જગ્યાએ ઉજવણીને લઇને ચર્ચા કરી હતી. પોલીસને સતત ઍલર્ટ રહી ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા આદેશ કર્યા હતા. બહારથી આવતા લોકો તથા હૉટેલોમાં રોકાતા લોકોના ચેકિંગ તેમ જ અમુક ચોક્કસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે ઍલર્ટ રહેવા સૂચના આપી હતી.