શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (12:08 IST)

ગુજરાતમાં વરસાદને કારણે 168 જેટલા રસ્તા બંધ, 134 ગામોમાં વીજ પુરવઠો ઠપ

ગુજરાતમાં મેઘમહેરને બદલે મેઘકહેર થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠાને અસર પહોંચી છે. તો માર્ગ અને વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે. ગુજરાતમાં 7 સ્ટેટ હાઈવે સહિતનાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વરસાદના પગલે રાજ્યના 134 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.ગુજરાતમાં ભારે વરસાદની અસર વીજ પુરવઠા પર થઈ છે. રાજ્યના 134 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તો દેવભૂમિ દ્ગારકાના ગામોમાં પણ વીજ પુરવઠાને અસર થઈ છે.રાજ્યમાં વરસાદ-પૂરનાં કારણે રોડ-રસ્તાને પણ અસર પહોંચી છે. રાજ્યના 168 રોડ-રસ્તાં હજુ પણ બંધ હાલતમાં છે. 7 સ્ટેટ હાઈવે, 148 પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના 4 સ્ટેટ હાઈવે બંધ છે. આણંદ, છોટાઉદેપુર, સુરતમાં 1-1 હાઈવે બંધ હાલતમાં છે. નર્મદા જિલ્લામાં સૌથી વધુ પંચાયત હસ્તકના 13 રોડ બંધ છે.અમદાવાદ જિલ્લાના 14, ખેડામાં 4, સાબરકાંઠાનો 1 રોડ બંધ છે. અરવલ્લીમાં 1, આણંદમાં 2, વડોદરામાં 28 રોડ બંધ છે. છોટાઉદેપુરમાં 10, દાહોદમાં 8, સુરતમાં 10 રોડ બંધ છે. તાપીમાં 9, નવસારીમાં 2, ડાંગમાં 1 રોડ બંધ છે. મોરબીમાં 11, સુરેન્દ્રનગરમાં 12 રોડ- રસ્તા બંધ હાલતમાં છે.રાજ્યમાં રોડ વ્યવહાર ખોરવાતાં એસ.ટી.ની સેવાને પણ માઠી અસર થઈ છે. સમગ્ર રાજ્યમાં 59 રૂટ હાલ બંધ રાખવામાં આવ્યા છે. હાલ તો 305 ટ્રીપ રદ કરાઈ જેના કારણે નિગમને 2,48,019 રૂપિયાનું નુકસાન થયું છે.