સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 29 ઑક્ટોબર 2022 (10:32 IST)

4 વાર ટોકવા છતાં માન્યા નહી અનિલ વિજ, અમિત શાહે ખખડાવ્યા, કહ્યું- 'આ નહી ચાલે'

દેશના તમામ રાજ્યોના ગૃહમંત્રીઓની ચિંતન શિબિરમાં લાંબા ભાષણ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજને જાહેરમાં ઠપકો આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજના સાડા આઠ મિનિટના લાંબા ભાષણ દરમિયાન અમિત શાહે તેમને ચાર વખત અટકાવ્યા અને યાદ અપાવ્યું કે તેમને બોલવા માટે માત્ર 5 મિનિટનો સમય મળ્યો છે. હકિકતમાં અનિલ વિજને સ્વાગત પ્રવચન આપવાનું હતું અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર મુખ્ય ભાષણ આપવાનું હતું. 
 
અનિલ વિજ આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ શાહનો આભાર વ્યક્ત કરે તેવી અપેક્ષા હતી. પરંતુ તેણે ટૂંક સમયમાં હરિયાણાના ઇતિહાસ, હરિત ક્રાંતિમાં તેના યોગદાન, ઓલિમ્પિકમાં રાજ્યના પ્રદર્શન અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ રમતગમતના માળખા વિશે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે દર અઠવાડિયે યોજાનાર ફરિયાદ નિવારણ સત્ર વિશે પણ વાત કરી.
 
અમિત શાહ તેમનાથી થોડા દૂર હતા અને તેમનું ભાષણ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અમિત શાહ ભાષણ દરમિયાન થોડા અસ્વસ્થ દેખાતા હતા, તેમણે મંત્રીને એક નોંધ મોકલી, દેખીતી રીતે તેમને ભાષણ બંધ કરવા કહ્યું. જ્યારે કોઇ અસર ન થઇ, તો અમિત શાહે પોતાનું માઇક ચાલુ કર્યું અને અનિલ વિજને ભાષણ પુરૂ કરવાના સંકેત આપતા માઇક બંધ કરી દીધું, પરંતુ અનિલ વિજે તેમછતાં ધ્યાન ન આપ્યું. 
 
આખરે અમિત શાહે જાહેરમાં વિજને ઠપકો આપ્યો અને કહ્યું, 'અનિલ-જી, તમને પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી. તમે સાડા આઠ મિનિટ બોલ્યા છો. કૃપા કરીને તમારું ભાષણ સમાપ્ત કરો. આટલા લાંબા ભાષણો આપવાની આ જગ્યા નથી. સંક્ષિપ્ત રાખો. પરંતુ અનિલ વિજે થોડી સેકન્ડ માંગતા કહ્યું કે તેમને વધુ એક વાત કરવી છે. અમિત શાહે જ્યારે તેની પરવાનગી આપી, તો તેમણે પોતાની ઉપલબ્ધિઓની યાદી ગણાવવાનું શરૂ કર્યું. હવે અમિત શાહે કડક શબ્દોમાં અખ્યું 'અનિલ જી કૃપા કરીને મને માફ કરો. આ નહી ચાલે તેને સમાપ્ત કરો. અનિલ વિજ દ્રારા લેવામાં આવેલા વધારાના સમયને જોતાં તેમના બોસ મનોહર ખટ્ટરે તેમને ફક્ત ત્રણ મિનિટ જ વાત કરી જ્યારે તેમણે પાંચ મિનિટ બોલવાનું હતું. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણાના સૂરજકુંડમાં તમામ રાજ્યોના ગૃહ પ્રધાનોની બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાં સાયબર ક્રાઈમને રોકવા, મહિલાઓની સુરક્ષા અને દરિયાકાંઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિત આંતરિક સુરક્ષાના મુદ્દાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે પીએમ મોદીએ પણ આ શિબિરને સંબોધિત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવાર અને શુક્રવાર એમ બંને દિવસે કેમ્પમાં હાજર રહ્યા છે.