સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2022 (14:13 IST)

કાશ્મીરમાં વધું એક ટાર્ગેટ કિલિંગ, બેંક મેનેજરને ગોળીથી વીંધી નાખ્યા

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેવી રીતે આતંકવાદી બેંકમાં ઘૂસ્યા અને ગોળીબાર કર્યો.
 
આજે પણ ટાર્ગેટ કિલિંગની એક ઘટનામાં આતંકીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બેંક મેનેજર વિજયકુમારનું મોત નિપજ્યું છે. મૃતક રાજસ્થાનના હનુમાનગઢના રહીશ હતા.