શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 જુલાઈ 2022 (23:18 IST)

Barmer Plane Crash: રાજસ્થાનના બાડમેરની પાસે સેનાનુ વિમાન ક્રેશ, એક કિલોમીટર સુધી વિખરાયો કાટમાળ VIDEO

plane crash
Barmer Plane Crash:રાજસ્થાનના બાડમેરના ભીમરા પાસે વાયુસેનાનું ફાઈટર એરક્રાફ્ટ મિગ-21  ક્રેશ થયાની માહિતી મળી છે  મળતી માહિતી મુજબ પ્લેનનો કાટમાળ એક કિલોમીટર સુધી વિખરાયેલો છે. 
આ ઘટના આજે રાત્રે 9 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. ફાઈટર પ્લેન મિગ-21 ક્રેશ થયા બાદ કાટમાળમાં આગ લાગી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. મિગ ક્રેશ થયા બાદ કાટમાળ લગભગ 1 કિલોમીટરની ત્રિજ્યામાં વિખરાયેલો હતો. આ અકસ્માત બૈતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. 
 
રક્ષા મંત્રી રાજનાથ સિંહે  બાડમેરમાં મિગ-21 ફાઈટર જેટ ક્રેશ પર ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે વાત કરી. એર ચીફે તેમને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી.
 
બાડમેર જિલ્લા મેજિસ્ટ્રેટ લોક બંધુએ મડિયાને જણાવ્યું હતું કે, "તે એરફોર્સનું વિમાન હતું જે બૈતુના ભીમડા ગામ પાસે ક્રેશ થયું હતું." તેણે કહ્યું કે તે અકસ્માત સ્થળ પર જઈ રહ્યા છે  વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.