1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2024 (10:34 IST)

રાજસ્થાન હાઈકોર્ટમાંથી આસારામ બાપુને મળી રાહત, 11 વર્ષમાં પહેલીવાર 7 દિવસની પેરોલ મળી

Asharam bapu
Asharam bapu- બળાત્કારના આરોપમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામને કોર્ટમાંથી સાત દિવસની પેરોલ  મળી છે. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આસારામને સારવાર માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યો છે. આસારામની તબિયતને ધ્યાનમાં રાખીને તેને પેરોલ આપવામાં આવ્યો છે જેના માટે તેણે ઘણી અરજીઓ કરી હતી. બાબા પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. રાજસ્થાન હાઈકોર્ટે જોધપુરની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ધાર્મિક નેતા આસારામ બાપુને સારવાર માટે સાત દિવસના પેરોલ આપ્યા 
 
છે. 85 વર્ષીય બાબા પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા પેરોલની અરજી સ્વીકારવામાં આવ્યા બાદ હવે આસારામ પોતાના ખર્ચે પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જઈ શકશે.
આસારામ બાપુને જોધપુરની પોક્સો કોર્ટે તેના આશ્રમમાં એક સગીર પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ગુજરાતની એક ટ્રાયલ કોર્ટે બાબાને 2013માં તેના સુરતના આશ્રમમાં એક શિષ્યા પર વારંવાર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો.
 
આસારામ 2013થી જેલમાં છે
આસારામ 2 સપ્ટેમ્બર, 2013થી જેલમાં છે, ત્યારપછી તેણે જેલમાંથી બહાર આવવા અને જામીન મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા પરંતુ તે નિષ્ફળ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં જ જેલમાં સજા કાપી રહેલા આસારામને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેના કારણે તેમને જોધપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.