ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુવાહાટી. , શુક્રવાર, 28 જુલાઈ 2023 (12:28 IST)

Love Jihad: મુસ્લિમ ધર્મમાં લગ્ન ન કરે હિન્દુ, લવ જેહાદ પર અસમના CM હિમંત સરમાએ ખેંચી લક્ષ્મણ રેખા

Love Jihad and Murder - અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા લવ જેહાદ પર લગામ લગાવવા માટે એકવાર ફરીથી એક્શનમાં છે. સીએમ સરમાએ યુવાઓને ચેતાવ્યા કે તેઓ ધર્મની બહાર લગ્ન કરીને લક્ષ્મણ રેખા પાર ન કરે. આ પહેલા કથિત રૂપે ગોલાઘાટ જીલ્લામાં એક હિન્દુ મહિલાની મુસ્લિમ પતિએ તેના માતા-પિતા સહિત તેની હત્યા કરી નાખી હતી. જેને લઈને તથાકથિત લવ જિહાદનો મામલો સામે આવ્યો હતો  આ ઘટનાનો ઉલ્લેખ કરતા સીએમે કહ્યુ કે આ માટે બધાએ એક થવુ પડશે ત્યારે જ આ ઘટનાઓ પર રોક લાગશે. હિમંતે રાજ્યના બધા યુવાઓને અપીલ કરતા કહ્યુ કે કોઈપણ પ્રકારના ષડયંત્રમાં ફંસાશો નહી અને લોકોને બચવાની સલાહ આપો. 
 
 સીએમે બતાવ્યુ લવ અને જિહાદની કેમેસ્ટ્રી 
બીજેપી સીએમ હિમંત બિસ્વ સરમાએ કહ્યુ, લવ અને જિહાદ એકબીજા સાથે મેળ નથી ખાતા. તેમણે કહ્યુ કે જ્યારે અંતર-ધાર્મિક પ્રેમ લગ્નમાં કોઈ એક સાથીને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરવામાં આવે છે તો પરેશાની શરૂ થઈ જાય છે અને આ લવ જિહાદનુ રૂપ લઈ લે છે. સીએમ સરમા આ પહેલા પણ લવ જિહાદને લઈને પોતાનો પક્ષ મુકી ચુક્યા છે. હિમંતા રાજ્યથી લઈને દેશભરમાં ધર્મ પરિવર્તનના વિરુદ્ધમાં જોરદાર વિરોધ કરી રહ્યા છે. 
 
કોંગ્રેસના વિરોધ પર સરમાનો કરારો પલટવાર 
 
વિપક્ષી કોંગ્રેસે કૉલની નિંદા કરી અને સીએમને આગ્રહ કર્યુ કે આધુનિક યુગમાં અંતર-સામુદાયિક વિવાહને મુદ્દો ન બનાવો. સરમાએ રાજ્ય કોંગ્રેસ પ્રમુખ ભૂપેન બોરાને ચેતાવણી આપીને પલટવાર કર્યો કે તેમણે ધાર્મિક ભાવનાઓને આહત કરવા માટે આવી ટિપ્પણીઓ પર તેમની ધરપકડ થઈ શકે છે. સીએમે તર્ક આપ્યો કે જો કોઈ મુસ્લિમ છોકરો કે છોકરી પોતાના ધર્મમાં અને આ જ રીતે હિન્દુઓમાં લગ્ન કરે છે તો દેશમાં શાંતિ રહેશે.  તેમણે જણાવ્યુ કે વિશેષ વિવાહ અધિનિયમ અંતર-ધાર્મિક લગ્નોને સંબોધિત કરે છે પણ આ વાત પર જોર આપ્યુ કે આ માટે ધર્મ બદલવાની જરૂર પડતી નથી.