Assembly Elections 2024: જમ્મુ-કાશ્મીરમાં 3 ચરણમાં થશે વોટિંગ, હરિયાણામાં એક ચરણમાં થશે ચૂંટણી
ચૂંટણી પંચે આજે શુક્રવારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. પંચે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લીધી હતી અને ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી કરાવવાની યોજના બનાવી હતી. આ સમય મર્યાદા સુપ્રીમ કોર્ટે નક્કી કરી છે. આ પ્રસંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, 'લોકસભા ચૂંટણી 2024 વિશ્વ સ્તરે સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા હતી અને મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. અમારા અધિકારીઓ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા ગયા હતા અને સામાન્ય જનતા અને રાજકીય લોકોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં, હરિયાણામાં એક તબક્કામાં ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાની ચૂંટણી 25 સપ્ટેમ્બરે જ્યારે ત્રીજા તબક્કાની ચૂંટણી 1 ઓક્ટોબરે યોજાશે. પ્રથમ તબક્કામાં જમ્મુ-કાશ્મીરમાં મતગણતરી 4 ઓક્ટોબરે થશે. જ્યારે હરિયાણાની વાત કરીએ તો અહીંની તમામ સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. હરિયાણામાં એક ઓક્ટોબરના રોજ વોટિંગ થશે અને ચૂંટણીના પરિણામ અહે એપણ 4 ઓક્ટોબરના રોજ જ આવશે. આ રીતે જોવા જઈએ તો આ વખતે ચૂંટણી પંચ 2 અઠવાડિયાથી વધુ સમયમાં જ બંને રાજ્યોમાં ચૂંટણી પુર્ણ કરશે.
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની 90 બેઠકો છે.
કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા વર્ષ 2014માં જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. સીમાંકન બાદ વિધાનસભા બેઠકોનું ચિત્ર બદલાયું છે. મે 2022માં જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન બાદ હવે વિધાનસભા સીટોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. જમ્મુમાં 43 અને કાશ્મીર ખીણમાં 47 વિધાનસભા બેઠકો છે. અગાઉ 2014માં 87 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે કાશ્મીરની 3 લોકસભા સીટો પર 2019માં 19.19% મતદાન થયું હતું, જે 2024માં 51.09% થશે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કુલ 90 બેઠકો છે જેના માટે 87.09 લાખ મતદારો તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કુલ 11838 મતદાન મથકો હશે અને દરેક બૂથ પર સરેરાશ 735 મતદારો હશે.
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. છેલ્લી વખત અહીં 2014માં ચૂંટણી યોજાઈ હતી. અહીં 87 બેઠકોમાંથી પીડીપીને 28, ભાજપને 25, નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી અને મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા હતા. મુફ્તી મોહમ્મદ સઈદનું જાન્યુઆરી 2016માં અવસાન થયું હતું. લગભગ ચાર મહિના સુધી રાજ્યપાલ શાસન લાગુ રહ્યું. બાદમાં તેમની પુત્રી મહેબૂબા મુફ્તી મુખ્યમંત્રી બન્યા. પરંતુ આ ગઠબંધન લાંબું ચાલ્યું નહીં. 19 જૂન, 2018ના રોજ, ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડી નાખ્યું. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયું. અત્યારે ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા છે.
ધારા 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા વર્ષ 2014માં જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. સીમાંકન બાદ વિધાનસભા બેઠકોનું ચિત્ર બદલાયું છે. મે 2022માં જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન બાદ હવે વિધાનસભા સીટોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. જમ્મુમાં 43 અને કાશ્મીર ખીણમાં 47 વિધાનસભા બેઠકો છે. અગાઉ 2014માં 87 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.