બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (09:14 IST)

વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થઈ શકે છે એલાન, બપોરે 3 વાગ્યે યોજાશે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

Election Commision
ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચે આ પ્રેસ કોન્ફરન્સને લઈને મીડિયાને આમંત્રણ મોકલ્યું છે. આ પત્રકાર પરિષદ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાવા જઈ રહી છે. માનવામાં આવે છે કે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે  કે જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

 
ગયા મહિને ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લીધી હતી. આ કારણથી એવું માનવામાં આવે છે કે આજે પંચ આ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.