1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 25 ડિસેમ્બર 2019 (13:17 IST)

25 ફુટ ઊંચી અટલની પ્રતિમાનુ અનાવરણ કરશે પીએમ મોદી, બનાવવામાં આવ્યો આટલો ખર્ચ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની 25 ફુટ ઊંચી પ્રતિમાનો લખનૌના લોકભવનમાં ઉદ્દઘાટન કરશે.  આજે અટલની 95મી જયંતી છે.  અટલ લાંબા સમય સુધી લખનૌથી સાંસદ રહ્યા અને અહીના લોકો સાથે તેમને વિશે લગાવ રહ્યો છે. 
 
25 ફીટ ઊંચી અટલની પ્રતિમા 10 ડિસેમ્બરના રોજ લખનૌ લાવવામાં આવી હતી. જેના નિર્માણ માટે રાજકીય નિર્માણ નિગમને કાર્યદાયી સંસ્થા નિમણૂક કરવામાં આવી. 
 
કાંસ્યથી બનેલી આ પ્રતિમાના નિર્માણમાં 89.60 લાખ રૂપિયાનુ રોકાણ કરવામાં આવ્યુ છે. મૈસર્સ આર્ટિસ્ટ ફાઉંડી જયપુરના પ્રતિનિધિએ જણાવ્યુ કે મૂર્તિને બનાવવામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો. 
 
પ્રતિમાના ઉદ્દઘાટન માટે પીએમ મોદી બુધવરે બપોરે ત્રણ વાગ્યે વિશેષ વિમાનથી લખનૌ પહોંચશે. મોદી એયરપોર્ટ પરથી સીધા લોકભવન જશે. 
 
પ્રધાનમંત્રી લોક ભવનમાં લગભગ 3.30 વાગ્યે અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનુ ઉદ્દઘાટન કરશે. પ્રતિમાનુ ઉદ્દઘાટન અને વિશ્વવિદ્યાલયનુ શિલાન્યાસ કર્યા પછી પ્રધાનમંત્રી સમારંભમાં હાજર લોકોને સંબોધિત કરશે. 
 
લોકભવનમાં લગભગ અડધો કલાકનો કાર્યક્રમ થશે. આ અવસર પર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદ્દિત્યનાથ પણ હાજર રહેશે.  પ્રધાનમંત્રી લગભગ સવા ચાર વાગ્યે દિલ્હી પરત જશે.