ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 17 એપ્રિલ 2024 (13:27 IST)

બાબા રામદેવને લાગ્યો મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે આપી 'સજા

Ramdev baba- બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફરી એકવાર સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ફરી બાબાની માફી ફગાવી દીધી. તેણે 23 એપ્રિલે ફરીથી કોર્ટમાં હાજર થવું પડશે અને તેને જાહેરમાં માફી માંગવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
 
આ માટે સુપ્રીમ કોર્ટે તેમને એક સપ્તાહનો સમય આપ્યો છે.

br />
આ માટે સુપ્રીમ કોર્ટે તેમને એક સપ્તાહનો સમય આપ્યો છે.
 
તમને જણાવી દઈએ કે આજે બાબા રામદેવ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. છેલ્લી સુનાવણી 10 એપ્રિલે થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની માફી ફગાવી દીધી હતી. આજે આ માફી પર બંને પક્ષોએ પોત-પોતાની દલીલો રજૂ કરી હતી.
 
અરજી પર છેલ્લી સુનાવણી જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાહની બેંચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પતંજલિ વતી એડવોકેટ વિપિન સાંઘી અને મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પણ સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા. ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકાર વતી ધ્રુવ મહેતા અને વંશજા શુક્લા હાજર રહ્યા હતા.