ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2017 (16:50 IST)

બાબરી વિઘ્વંસ કેસ - અડવાણી, જોશી અને ઉમા ભારતીની મુશ્કેલીઓ વધી શકે છે

સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ મામલે આરોપીઓ વિરુદ્ધ સુનાવણીમાં મોડુ થતા ચિંતા જાહેર કરી છે. સાથે જ કહ્યુ છે કે આ મામેલ ન્યાયિક પ્રક્રિયાને ગતિ આપવા માટે બધા આરોપીઓ વિરુદ્ધ સંયુક્ત રૂપે સુનાવણી કરી શકાય છે. 
 
આ મામલે સોમવારે આવેલ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીથી ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીની મુશ્કેલીઓ વધી શકે છે.  શક્યત: એ લોકોને પણ બાબરી વિધ્વંસના ષડયંત્રના આરોપનો સામનો કરવો પડી શકે છે. 
 
એવી શક્યતા બતાવાય રહી છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે લખનૌ અને રાયબરેલીમાં ચાલી રહેલ જુદા જુદા મામલાને એક સાથે કરી દે. 
 
હાજી મહમૂદ અને સીબીઆઈની અરજીઓ પર સુનાવણી કરતા જસ્ટિસ પીસી ઘોષ અને જસ્ટિસ આરએફ નરીમને આજે આ ટિપ્પણી કરી. 
 
સીબીઆઈએ પોતાની અરજીમાં ઈલાહાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર્યો છે જેમા અડવાણી, જોશી, ઉમા અને યૂપીના તત્કાલીન સીએમ કલ્યાણ સિંહ સહિત અન્ય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. 
 
અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બધા આરોપીઓ પાસે જવાબ માંગ્યો હતો. એવી શક્યતા છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે 22 માર્ચના રોજ થનારી આગામી સુનાવણીમાં અંતિમ નિર્ણય આપી શકે છે.