12 મોબાઈલની કૉલ ડિટેલ અને 4 કેમેરાના ફુટેજ ખોલી શકે છે મહારાજના મોતનું રહસ્ય

bhaiyu maharaj
Last Modified શનિવાર, 16 જૂન 2018 (17:37 IST)
 
(ઉદયસિંહ દેશમુખ) આત્મહત્યા કેસમાં પોલીસે બુધવારે તપાસની ગતિ ઝડપી કરી છે. પોલીસ ભય્યૂ મહારાજ, પત્ની અને સેવાદારો સહિત અન્ય લોકોના 12 મોબાઈલની અને 5 રૂમના સીસીટીવી ફુટેજ કઢાવી રહી છે.  પોલીસે આ બિંદુ પર પણ તપાસ કરી રહી છે કે કોઈએ ભય્યૂ મહારાજને આત્મહત્યા માટે મજબૂર તો નહોતા કર્યા. પોલીસ આ દિશામાં પુરતા પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. 
 
સીએસપી મનોજ રત્નાકર મુજબ ભય્યૂ મહારાજના ઘરેથી મોબાઈલ, ટૈબ, સહિત 7 ગેઝેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે.  અનેક મોબાઈલમાં પેટર્ન લોક લાગેલા હતા. તેને ખોલાવવા માટે એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. મોબાઈલને કૉલ લોગ, એસએમએસ અને વ્હોટ્સએપ મેસેજની પણ તપાસ કરવામાં આવશે. 
પોલીસે ભય્યૂ મહારાજ, પત્ની ડૉ. આયુષી, પુત્રી કુહૂ અને સેવાદાર સહિત લગભગ 12 નંબરની કૉલ ડિટેલ માંગી છે. ભય્યૂ મહારાજના બંગલે સીસીટીવી કૈમરા પણ લાગેલા છે.  સમગ્ર ઘર કૈમેરાથી કવર્ડ છે.  પોલીસે ઘરેથી ડીવીઆર જપ્ત કરી લીધો છે.  જેમા મહારાજે નંબરિંગવાળુ લૉક લગાવી રાખ્યુ હતુ.  તેની સાથે છેડછાડ કરવા પર ફુટેજ કરપ્ટ થવાનો ભય છે.  ડીવીઆર ડી-કોડ કરવા માટે સાયબર સેલ, અને ખાનગી એક્સપર્ટને બોલાવ્યા છે. 
 
ગોપનીય નંબરમાં મળ્યા ત્રણ શંકાસ્પદ નંબર 
 
પોલીસે બુધવારે મોડી રાત્રે ભય્યૂ મહારાજના એ ગોપનીય નંબરની કૉલ ડિટેલ કઢાવી લીધી છે. જેનો ઉપયોગ તે ખુદને માટે કરતા હતા. એ નંબર પર અનુયાયી અને પરિજનના ખૂબ ઓછા કૉલ આવતા હતા. સૂત્રોના મુજબ આ કૉલ ડિટેલમાં ત્રણ શંકાસ્પદ નંબર મળ્યા છે. જેના પર લગભગ 100 વાર વાત થઈ હતી. 
 
પોલીસ અત્યાર સુધી કર્મચારી સરોજ, યોગેશ દેશમુખ, ગોલઊ ઉર્ફ ગોલ્ડૂ, પ્રવીણ દેશમુખ, રાજેન્દ્ર પવાર અને પત્ની ડો. આયુષીના નિવેદન લઈ ચુકી છે.  સૌથી મહત્વપૂર્ણ નિવેદન ભય્યૂ મહારાજી પુત્રી કુહુનુ છે.  કુહૂએ સામાન્ય વાતચીતમાં સાવકી મા ડો. આયુષી પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે.  તેણે કહ્યુ કે ડો. આયુષી સાથે અવારનવાર વિવાદ થતો હતો. તેણે પ્રથમ માતાની તસ્વીરોને ઘરેથી હટાવી દીધી હતી. 


આ પણ વાંચો :