શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (14:05 IST)

મને ટારગેટ કરવાનો પ્રયાસ ન કરે મોદી - જીગ્નેશ મેવાણીની દિલ્હીમાં પ્રેસ કોંફરેંસ

ભીમા-કોરેગાવમાં થયેલી હિંસાનો મુદ્દો સતત ગરમાય રહ્યો છે.  મહારાષ્ટ્ર અને ગુજરાતથી લઈને રાજધાની દિલ્હી સુધી તેની ગૂંજ સંભળાઈ રહી છે. આ દરમિયાન ગુજરાતના દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પ્રેસ કોંફ્રેંસ કરી ભાજપા પર હુમલો કર્યો છે. તેમને કહ્યુ કે દેશમાં દલિત સુરક્ષિત નથી. તેમણે કહ્યુ કે દલિતો પર થઈ રહેલ અત્યાચાર પર પીએમ મોદી ચૂપ કેમ છે 
તેમણે કહ્યુ કે ભીમા-કોરેગાવમાં થયેલ હિંસાને લઈને મને ટારગેટ કરવામાં આવી રહ્યો છે. મારુ કોઈ ભાષણ ભડકાઉ નહોતુ. તેમણે કહ્યુ કે ગુજરાતમાં ઓછી સીટો મળવાનો ભાજપા બદલો લઈ રહી છે. ગુજરાતમાં ભાજપાનુ અભિમાન ચૂર ચૂર થઈ ગયુ છે. 
 
ઉલ્લેખનીય છે કે ભીમા-કોરેગાવમાં થયેલ હિંસાને લઈને મહારાષ્ટ્ર પોલીસે આ મામલે ગુજરાતના દલિત ધારાસભ્ય મેવાણી અને જેએનયૂના વિદ્યાર્થીનેતા ઉમર ખાલિદ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.  બંને પર હિંસાને ભડકાવવાનો આરોપ છે. પુણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 153એ, 505 અને 117 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.