રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી: , શનિવાર, 18 જાન્યુઆરી 2025 (13:08 IST)

દિલ્હીમાં ભાડા પર રહેતા લોકો માટે મોટા સમાચાર, કેજરીવાલે કરી જાહેરાત - ચૂંટણી જીત્યા તો મફત વીજળી અને પાણી આપીશું

Arvind Kejriwal
દિલ્હીમાં ભાડા પર રહેતા લોકો માટે આ મોટા સમાચાર છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો ભાડા પર રહેતા લોકોને પણ મફત વીજળી અને પાણી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો દિલ્હીમાં ભાડા પર રહેતા લોકોને મફત વીજળી અને પાણી આપવામાં આવશે. તમે મફત વીજળી અને પાણીની સુવિધાઓનો પણ લાભ મળશે.

કેજરીવાલે વધુ શુ કહ્યુ ?
કેજરીવાલે કહ્યુ - દિલ્હીમાં અનેક સ્થાનો પર ફરી રહ્યો છુ. અમે પાણી-વીજળી ફ્રી કરી નાખી છે. પણ ભાડુઆતને તેનો ફાયદો મળી રહ્યો નથી. તેમણે પણ ફ્રી વીજળી-પાણીનો ફાયદો મળવો જોઈએ. ચૂંટણી પછી એવી યોજના લઈને આવીશ, જેમા તેમણે પણ ફ્રી વીજળી અને પાણીનો ફાયદો મળશે. 
 
AAP ની ફિલ્મને લઈને શુ કહ્યુ ?
કેજરીવાલે કહ્યુ, 'આપ ની ફિલ્મ બની છે જેને આજે પત્રકારોને જોવી હતી. પણ પોલીસે તેની સ્ક્રીનિંગ રોકી દીધી. આ એક પ્રાઈવેટ ફિલ્મ હતી. અહી કોઈ ઝંડો નથી હોતો, પ્રચાર નથી હોતો. છતા પણ રોકી દેવામાં આવી. આ ગુંડાગર્દી છે. પીએમ મોદી પર વિવેક અગ્નિહોત્રીએ એક ફિલ્મ બનાવી હતી. દેશભરમાં તેને બતાડવામાં આવી. શુ એ માટે પરમિશન લેવામાં આવી હતી. 
 
પરવેશ વર્મા દ્વારા અરવિંદ કેજરીવાલના નામાંકન પર સવાલ ઉઠાવવા પર કેજરીવાલે જવાબ આપ્યો અને કહ્યુ કે મને લાગે છે કે બધુ ઠીક હતુ. બીજેપી આ બધી કરતી રહે છે. 
 
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસ પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર બનેલી એક ડોક્યુમેંટ્રી ની સ્ક્રીનિંગની પરમિશન નહી આપવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ દાવો કર્યો છે કે દિલ્હી પોલીસ દ્વારા પરમિશન ન મળવાને કારણે ડોક્યુમેંટ્રીની સ્ક્રીનિંગને રદ્દ કરવી પડી છે. ઉલ્લેખનીય છે કે આ ડોક્યુમેંટ્રીની સ્ક્રીનિંગ બપોરે 12 વાગે પ્યારેલાલ ભવનમાં થવાની હતી.  રિપોર્ટ્સ મુજબ આ ડોક્યુમેંટ્રીમાં બતાવ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલના જેલ ગયા પછી પાર્ટી કેવી રીતે ચાલી રહી હતી અને તેમના બહાર આવ્યા પછી શુ શુ થયુ.
 
બીજી બાજુ દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી દ્વારા લગાવેલ આરોપને નકારતા કહ્યુ કે આ આયોજન માટે  DEO કાર્યાલયમાંથી કોઈ પરમિશમ લેવામાં આવી નહોતી.