બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હીઃ , બુધવાર, 4 ઑક્ટોબર 2023 (00:09 IST)

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટી હલચલ, અજિત પવાર નારાજ, દિલ્હીમાં અમિત શાહ સાથે શિંદે-ફડણવીસની મુલાકાત

eknath shinde ajit panwar
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે.   સમાચાર છે કે ડેપ્યુટી સીએમ અજિત પવાર નારાજ થઈ ગયા છે. આ દરમિયાન સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી રહ્યા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ અને રાજ્યની સ્થિતિ પર ચર્ચા થશે અને વિધાનસભા અધ્યક્ષની સામે એકનાથ શિંદે જૂથની સુનાવણી છે. સુપ્રીમ કોર્ટે અયોગ્યતા પર વિધાનસભા અધ્યક્ષને બે અઠવાડિયાનો સમય પણ આપ્યો છે.
 
અજિત પવારની ગેરહાજરીનો શું મતલબ ?
 
કેબિનેટ બેઠકમાં અજિત પવારની ગેરહાજરી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક નવા સમીકરણનો સંકેત આપી રહી છે. આજની કેબિનેટ બેઠકમાં પોતાના કામ અને સમય પાબંદ એવા અજિત પવારની ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા છે. તેમના રાજકીય અને મંત્રીપદના કાર્યકાળ દરમિયાન અજિત પવાર મુંબઈમાં હોય તો ભાગ્યે જ ગેરહાજર રહેતા હતા. આજે કેબિનેટની બેઠકમાં પ્રથમ ચર્ચા નાંદેડની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં નોંધાયેલા 24 મૃત્યુ પર હતી. આ મોતથી ફરી એકવાર સરકારી હોસ્પિટલના ગેરવહીવટનો પર્દાફાશ થયો છે.
 
ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ મેડિકલ એજ્યુકેશન હેઠળ આવે છે અને આ વિભાગના મંત્રી હસન મુશ્રીફ છે. હસન મુશ્રીફ અજિત પવાર જૂથના છે. દવાઓ પૂરી પાડવાની જવાબદારી જાહેર આરોગ્ય વિભાગની છે, જેના મંત્રી તાનાજી સાવંત છે. તાનાજી સાવંત એકનાથ શિંદે જૂથના મંત્રી છે. મૃત્યુનું કારણ જરૂરી દવાઓનો અભાવ છે કે ડૉક્ટર, નર્સની ગેરહાજરી કે બીજું કંઈક છે તેની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે.
 
સૂત્રો જણાવે છે કે અજિત પવારે કેબિનેટની બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પૂછ્યું હતું કે તેમના થાણે શહેરની હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે. આ સાંભળીને એકનાથ શિંદે હસ્યા અને ટાળ્યા. તે સમયે ઉપસ્થિત દેવેન્દ્ર ફડણવીસે પણ દરમિયાનગીરી કરીને ચર્ચાને બીજી દિશામાં લઈ લીધી હતી. પરંતુ આ વિવાદની અસર એ થઈ કે અજિત પવાર અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે કોલ્ડ વોર  શરૂ થઈ ગયું.