શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વિધાનસભા ચૂંટણી
  3. વિધાનસભા ચૂંટણી 2018
Written By
Last Updated : બુધવાર, 21 નવેમ્બર 2018 (14:27 IST)

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી - BJP ના ચૂંટણી ઢંઢેરામાં નર્મદા, ખેડૂત, વિદ્યાર્થીનીઓને સ્કુટી અને યુવાઓને રોજગાર.. જાણો વધુ..

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ ચૂંટણી ઢંઢેરો રજુ કરી દીધો છે. આ અવસર પર સીએમ શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક નેતાઓ જોઆયા. બીજેપીએ ચૂંટણી ઢંઢેરાને દ્રષ્ટિ પત્રનુ નામ આપ્યુ છે. બીજેપીને આ માટે 30 હજારથી વધુ સુજાવ મળ્યા અને અનેક સંગઠનો સાથે ચર્ચા કર્યા પછી દ્રષ્ટિ પત્ર તૈયાર કર્યુ છે. . 
 
 આજે ભોપાલમાં નાણામંત્રી અરૂણ જેટલી અને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં બીજેપીએ ‘દ્દષ્ટિપત્ર’ જાહેર કર્યું હતું. જેમા 10 લાખ લોકોને રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું છે. 12માં ધોરણમાં 75 ટકા કરતા વધારે લાવનાર વિદ્યાર્થીનીઓને સ્કૂટી આપવાનું વચન આપવામાં આવ્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે મફત મુસાફરી કરવા માટે સુવિધા આપવામાં આવશે.
 
મધ્યપ્રદેશમાં ચોથી વખત સત્તામાં પાછા આવવાની કોશિશ કરી રહેલી બીજેપીએ જનતા માટે અનેક વાયદાઓ કર્યા છે. રાજ્ય સરકારે યુવાઓને નોકરી આપવા માટે દર વર્ષે 10 લાખ રોજગાર પૈદા કરવાનો વાયદો કર્યો છે. સીએમે યુવા ઉદ્યમિયોને સ્ટાર્ટઅપની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. . કૃષિના માધ્યમથી ખેડૂતોની આવક બમણી કરવાનું કામ સરકાર કરશે. ગ્વાલિયર અને જબલપુરમાં સરકાર મેટ્રો લાવશે. નવી ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ સ્થાપિત કરશે.
 
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું  આ વખતે સરકારે નારી શક્તિ સંકલ્પ પત્ર રજૂ કર્યું છે જેમાં મહિલા સશક્તિકરણ માટે સ્વંય સહાયતા જૂથોની પસંદગી કરવામાં આવશે. તેના સિવાય તેજસ્વિની દ્વારા સ્વરોજગારને અભિયાન બનાવવામાં આવશે. ગ્રામ્ય ક્ષેત્રોમાં પીવાના પાણી માટે નલજળ યોજના. વીજળીની ક્ષમતાને 14000 મેગાવોટ સુધી લઈ જવા માટે સરકાર કામ કરશે. મધ્યપ્રદેશમાં ભાજપ છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે. મધ્ય પ્રદેશની તમામ 230 બેઠકો પર 28 નવેમ્બરના મતદાન થશે. મતગણતરી 11 ડિસેમ્બરના થશે.