ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શાજાપુર. , મંગળવાર, 7 માર્ચ 2017 (14:18 IST)

MPમાં ભોપાલ-ઉજ્જૈન પેસેંજર ટ્રેનમાં બ્લાસ્ટ, 12 લોકો ઘાયલ, કોચમાં થયો છેદ

ભોપાલથી 120 કિમી. દૂર કાલાપીપલમાં જબડી સ્ટેશન પાસે મંગળવારે સવારે ભોપાલ-ઉજ્જૈન પેસેંજર(59320) ટ્રેનના કોચમાં બ્લાસ્ટ થયો. તેમા 12 લોકો ઘાયલ થઈ ગયા. અત્યાર સુધી બ્લાસ્ટનું કારણ જાણ થઈ નથી. પણ કોચમાં મોટુ કાણુ પડી ગયુ છે. આ બ્લાસ્ટ ટ્રેનના જનરલ કોચમાં થયો છે. સૂટકેસમા વિસ્ફોટક હોવાની આશંકા 
 
- જીઆરપી એસપી કૃષ્ણા વેણીએ શરૂઆતના તપાસમાં શોર્ટ સર્કિટના કારણથી બ્લાસ્ટ થવાની વાત કરી. પણ સૂટકેસમાં વિસ્ફોટક થવાનો સંકેટ પણ આપ્યા છે.  અત્યાર સુધી સાચુ કારણ જાણ થઈ નથી. તપાસ ચાલી રહી છે. 
 
- ભોપાલ રેલ ડિવિઝનના પીઆરઓ આઈએ સિદ્દીકીએ જણાવ્યુ કે ઘાયલ પેસેંજર્સને કાલાપીપલના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેડિકલ ટીમ પણ મોકલવામાં આવી છે.  હાલ બ્લાસ્ટનું કારણ જાણ થઈ નથી. 
- આ બ્લાસ્ટ સવારે લગભગ 10 વાગ્યે થયો. શાજાપુરથી ડોગ સ્કવોડ ઘટનાસ્થળ પર રવાના થઈ ગયા છે. ભોપાલથી બોમ્બ નિરોધક દળ પણ આવી રહ્યુ છે. એસપી મોનિકા શુક્લા ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. 
 
ગભરાઈને કેટલાક લોકો કોચ પરથી કૂદી પડ્યા 
 
-આઈવિટનેસે જણાવ્યુ કે બ્લાસ્ટ પછી ડબ્બામાં અફરા-તફરી મચી ગઈ. કેટલાક લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા. જેને કારણે તેઓ ઘવાયા. તેમા કેટલાક વૃદ્ધોનો પણ સમાવેશ છે. 
-બ્લાસ્ટનો અવાજ સાંભળીને કેટલાક લોકો ચેન ખેંચીને ટ્રેનને રોકી. 
- બ્લાસ્ટ કેમ થયો, લોકોએ ત્રણ કારણો બતાવ્યા.. 
 
- આ ઘટના પછી પહેલા સમાચાર આવ્યા કે બ્લાસ્ટ મોબાઈલ બેટરી ફાટવાને કારણે થયો.  પછી જીઆરપી પોતે તેનુ કારણ શૉટ સર્કિટ બતાવ્યુ.  
- પછી જાણવા મળ્યુ કે બ્લાસ્ટ સૂટકેસમાં થયો.