ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 મે 2023 (17:05 IST)

Blast near the Golden Temple- ગોલ્ડન ટેમ્પલ પાસે થયો બ્લાસ્ટ

golden temple
Blast near the Golden Temple- પંજાબના અમૃતસરમાં આવેલી મીઠાઈની દુકાનમાં ચીમની બ્લાસ્ટ થયો છે. મામલાની તપાસ કર્યા બાદ પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ માત્ર એક અકસ્માત છે. સુવર્ણ મંદિર પાસે વિસ્ફોટ થતાં ભક્તો પણ ડરી ગયા હતા.

હાલમાં વિસ્ફોટનું કારણ ચીમની ફાટવું હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેરિટેજ સ્ટ્રીટ પાસે એક મીઠાઈની દુકાનમાં ચીમનીમાં વિસ્ફોટ થવાને કારણે વિસ્ફોટ થયો હતો. જેના કારણે કાચ અને અન્ય કચરો ભક્તો પર પડ્યો હતો. જેના કારણે કેટલાક ભક્તો ઘાયલ પણ થયા છે.