ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 19 માર્ચ 2023 (16:05 IST)

પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને ભાગેડું જાહેર કર્યા, તપાસ ચાલુ

amirtpal
પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને ભાગેડું જાહેર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને શોધવા માટે તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
 
જલંધરના પોલીસ કમિશનર કુલદીપસિંહ ચહલે શનિવારે મોડી રાત્રે મીડિયાને જણાવ્યું હતું કે, “અમૃતપાલ સિંહ હાલ ફરાર છે અને અમે તેમને શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીશું.”
 
તેમણે જણાવ્યું હતું કે, “અમૃતપાલ સિંહની બે કાર અને બંદૂકધારીઓ જપ્ત કરવામાં આવ્યા છે. અમે એ પણ શોધ કરી રહ્યા છે કે તેમની સુરક્ષામાં રાખવામાં આવેલા હથિયાર ગેરકાયદે છે કે કેમ. તે અંગે કેસ નોંધવામાં આવ્યો છે.”
 
પંજાબ પોલીસે તેમના ટ્વિટર હૅન્ડલ પર માહિતી આપી છે કે, “વારિસ પંજાબ દે સામે કાર્યવાહીમાં અત્યારસુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલ ફરાર છે, પોલીસ ટીમ તેમને શોધી રહી છે. આઠ રાઇફલ, એક રિવૉલ્વર સહિત નવ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપવામાં આવી છે.”
 
વર્તમાન સ્થિતિ જોતા અમૃતપાલ સિંહના ગામ જુલ્લુપુરમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં છે અને પંજાબમાં રવિવારે બપોર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.