રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 1 મે 2024 (11:38 IST)

દિલ્હી-NCRના 80 થી વધુ શાળાઓમા બોમ્બની ધમકી પછી હાહાકાર, પોલીસ તપાસ શરૂ, વિદેશથી આવ્યો હતો ઈ-મેલ

bom threat delhi
bom threat delhi
દેશની રાજધાની દિલ્હીના દ્વારકામાં આવેલ DPS શાળામાં સવાર સવારે બોમ્બ હોવાના સમાચારે બધાને હેરાન  કરી નાખ્યા.  દિલ્હી પોલીસે બોમ્બ નિરોધક ટીમ અને અગ્નિશમનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોચી ગઈ અને શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પૂર્વી દિલ્હીના મયૂર વિહાર સ્થિત મધર્મૈરી શાળામાં આજે સવારે બોમ્બની ધમકીના સંબંધમાં ઈમેલ પ્રાપ્ત થયો. પોલીસે જણાવ્યુ કે શાળાને ખાલી કરવામાં આવી રહી છે અને શાળાના મેદાનની પણ તપાસ કરવામાં આવી રહી છે.  સાઉથ દિલ્હીના એમિટી શાળા અને નવી દિલ્હીની સંસ્કૃતિ શાળામાં બોમ્બ હોવાની સૂચના મળી છે. 
 
શુ બોલી પોલીસ ?
 
દિલ્હી પોલીસનું કહેવું છે કે ધમકીભર્યા મેલના આધારે તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, આ ધમકીભર્યા ઈમેલ સવારે 4 વાગ્યે વિદેશથી મોકલવામાં આવ્યા હતા. સંસ્કૃતિ સ્કૂલ, મયુર વિહાર મધર મેરી, નવી દિલ્હીમાં ધમકીભર્યા મેલ મળ્યા છે. શાળાઓએ વાલીઓને તેમના બાળકોને ઘરે પાછા લઈ જવા જણાવ્યું છે.
ઘણી શાળાઓને સવારે 4 વાગ્યે મેઈલ મોકલવામાં આવ્યો છે. મેલ એ જ સીસી બીસીસી ઘણી શાળાઓમાં મોકલવામાં આવ્યો છે. આમાં ડીપીએસ વસંત કુંજ, એમિટી સાકેત પણ સામેલ છે. દરમિયાન, ગ્રેટર નોઈડાની શાળાઓમાં ધમકીભર્યા કોલ મળ્યા બાદ નોલેજ પાર્ક સ્થિત શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

NCRની બધી શાળાઓમાં ગભરાટ
દ્વારકા, દિલ્હીની 5 જુદી જુદી શાળાઓમાં બોમ્બની ધમકી, વસંત કુંજની 2 શાળામાં બોમ્બની ધમકી, નજફગઢની 1 શાળામાં બોમ્બની ધમકી, પુષ્પ વિહારની 1 શાળામાં બોમ્બની ધમકી, મયુર વિહારની 1 શાળામાં બોમ્બની ધમકી. આ સિવાય નોઈડાની ઘણી શાળાઓને ઈમેલ મળવાના સમાચાર પણ સામે આવ્યા છે. સાવચેતીના પગલા રૂપે, દિલ્હી એનસીઆરની તમામ શાળાઓ જ્યાં ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા તે તમામ શાળાઓને બંધ કરી દેવામાં આવી છે અને બાળકોને પાછા મોકલી દેવામાં આવ્યા છે. એસઓપીનું પાલન કરવામાં આવી રહ્યું છે.
 
હજુ સુધી કંઈ મળ્યું નથી
એનસીઆર સહિત 100થી વધુ શાળાઓને ધમકીભર્યો મેલ મળ્યો છે. દિલ્હીની 50 થી વધુ શાળાઓમાં બોમ્બ ધડાકાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, મોટાભાગની શાળાઓમાં તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કોઈ પણ શાળામાં શંકાસ્પદ કંઈ મળ્યું નથી. થોડા સમયની અંદર દરેક જગ્યાએ SOP બદલાશે. ઈમેલ ક્યાંથી આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.