બુધવાર, 8 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified શનિવાર, 26 નવેમ્બર 2022 (20:57 IST)

ભારતીય સીમામાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, બીએસએફએ તોડી પાડ્યું

Drone
શુક્રવારે પંજાબના અમૃતસર સૅક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ડોકે ગામ નજીક બીએસએફના જવાનોએ એક ડ્રોનને તોડી પાડ્યું હતું. બીએસએફનો દાવો છે કે, આ ડ્રોન પાકિસ્તાનથી ભારતીય વિસ્તારમાં ઘૂસ્યું હતું.
 
બીએસએફ અનુસાર, ભારત-પાકિસ્તાન સરહદ પર એક સંદિગ્ધ ડ્રોન ઊડવાનો અવાજ સંભળાયો હતો અને બીએસએફના જવાનોએ ફાયરિંગ કરીને સંદિગ્ધ ડ્રોન તોડી પાડ્યું છે.ત્યારબાદ સમગ્ર વિસ્તારને કૉર્ડન કરી લેવામાં આવ્યો, પોલીસ અને સંબંધિત એજન્સીઓને તેની સૂચના આપવામાં આવી હતી.
 
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ડ્રોનમાંથી ડ્રગ્સના બે પૅકેટ મળી આવ્યાં છે, જેનું વજન 2.5 કિલોગ્રામ છે.”
 
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સરહદ પર તહેનાત સુરક્ષા દળો સાથે કેટલાક ઇનપૂટ શેર કર્યા હતા, તેથી સરહદ પર થતી આ પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓને રોકી શકાય. બીએસએફનું કહેવું છે કે, “તેમના સતર્ક જવાનોએ ફરી એક વાર ડ્રોનને પકડવામાં સફળતા હાંસલ કરી છે અને તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.”