5 વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત, 6 ઓક્ટોબરે મતદાન. જાણો નંદીગ્રામમાં ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચે દેશભરમાં છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો અને આસામની એક સંસદીય બેઠક પર પેટાચૂંટણી 6 ઓક્ટોબરે યોજાશે. મતગણતરી 9 ઓક્ટોબરે થશે. નોંધનીય છે કે આ પેટાચૂંટણીઓ ધારાસભ્યો અને સાંસદોના રાજીનામા બાદ યોજાઈ રહી છે.
ચૂંટણી પંચનું આખુ શેડ્યુલ
ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ઉમેદવારો 16 સપ્ટેમ્બર સુધી તેમના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. 17 સપ્ટેમ્બરે ચકાસણી થશે, જ્યારે ઉમેદવારો 19 સપ્ટેમ્બર સુધી તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે.
કઈ વિધાનસભા સીટો પર થશે પેટાચૂટણી ?
મદુરંતકમ (તામિલનાડુ)
ધારપુરમ (તામિલનાડુ)
થટ્ટનચાવડી (પુડુચેરી)
રેજીનગર (પશ્ચિમ બંગાળ)
નંદીગ્રામ (પશ્ચિમ બંગાળ)
લોકસભા બેઠક
-
નૌગાંવ (આસામ)
સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાંથી આપ્યું રાજીનામું
આસામમાં નાગાંવ લોકસભા સીટ પરથી સંસદ સભ્ય પ્રદ્યુત બોરદોલોઈએ રાજીનામું આપી દીધું, તેથી ત્યાં પેટાચૂંટણી યોજાય રહી છે. અન્ય પાંચ વિધાનસભા મતવિસ્તારના પ્રતિનિધિઓએ પણ રાજીનામા આપી દીધા છે. પશ્ચિમ બંગાળમાં રેજીનગરના ધારાસભ્ય હુમાયુ કબીરે અને નંદીગ્રામના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજીનામું આપ્યું છે. તમિલનાડુમાં મદુરંતકમથી ધારાસભ્ય મરાગથમ કુમારવેલ અને ધારાપુરમથી પી. સત્યભામાએ રાજીનામું આપ્યું છે. આ દરમિયાન પુડુચેરીના થટ્ટનચાવડીથી ધારાસભ્ય એન. રંગાસામીએ રાજીનામું આપી દીધું છે.
