શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (14:39 IST)

રાજ્ય સરકારની મંજુરી વગર શુ CBI કરી શકે છે તપાસ ? જાણો સંપૂર્ણ માહિતી

થોડા દિવસ પહેલા થયેલ સીબીઆઈ વિવાદને જોતા પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં સીબીઆઈ તપાસની અનુમતિથી ઈનકાર કરી દીધો હતો. રાજ્ય સરકારોએ કહ્યુ કે સીબીઆઈના મોટા અધિકારીઓ પર જે આરોપ લાગ્યા છે ત્યારબાદ હવે સીબીઆઈ પર વિશ્વાસ નથી રહ્યો.  બંને રાજ્યોની સરકારોએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ખોટી રીતે વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ સીબીઆઈનો ઉપયોગ કરી રહી છે.  છેવટે સમગ્ર મામલો શુ છે અને કેમ  CBIને રાજ્ય સરકાર પાસેથી મંજુરી લેવી પડે છે ?
 
CBI ને કેમ લેવી પડે છે રાજ્ય સરકારની મંજુરી ?
 
સીબીઆઈનો પોતાનો એક જુદો કાયદો છે. જેને એનઆઈએ એક્ટ કહેવામાં આવે છે. સીબીઆઈ દિલ્હી સ્પેશ્યલ પોલીસ સ્ટૈબલિશમેંટ એક્ટ હેઠળ કામ કરે છે. જેના કારણે તેને કોઈપણ રાજ્યમાં તપાસ કરતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. સીબીઆઈના ન્યાયિક હદમાં ફક્ત કેન્દ્ર સરકારના વિભાગ જ આવે છે તેથી સીબીઆઈને કોઈપણ રાજ્યમાં તપાસ પહેલા રાજ્ય સરકારની અનુમતિ લેવી પડે છે. 
 
કયા મામલે રાજ્ય સરકારની મંજુરી વગર પણ તપાસ કરી શકે છે CBI?
 
રાજ્ય સરકાર દ્વારા તપાસ પર રોક પછી હવે સીબીઆઈ ફક્ત એ જ મામલે તપાસ કરી શકે છે જે કેસ આ રોક પહેલા રજીસ્ટર થયો છે.  આવામાં કોઈપણ મામલે આરોપીને પૂછપરછ માટે સીબીઆઈ રાજ્યની બહાર બોલીવી શકે છે. પણ હાલ એ વાત સ્પષ્ટ નથી થઈ કે સીબીઆઈ રાજ્યની મંજુરી વગર સર્ચ ઓપરેશન કરી શકે છે કે નહી.  જો કોઈ રાજ્ય સીબીઆઈને મંજુરી નથી આપતુ તો સીબીઆઈ દિલ્હીમાં જ કેસ કરી તપાસ શરૂ કરી શકે છે.  સીઆરપીસીની ધાર 166 મુજબ કોઈપણ પોલીસ અધિકારી લોકલ કોર્ટથી પોતાના અધિકાર ક્ષેત્રમાંથી બહાર જઈને સર્ચ કરવાની મંજુરી લઈ શકે છે.  સુપ્રીમ કોર્ટે 1994માં આ નિર્ણય આપ્યો હતો કે જો કોઈ મામલે તપાસ ચાલી રહી છે અને ત્યાની સરકાર તેની સાથે પોતાની મંજુરી નથી આપતી તો પણ સીબીઆઈ તપાસ કરી શકે છે. 
 
બેનર્જીને આજે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં બજેટ ભાષણ આપવાનુ હતુ
 
ઉલ્લેખનીય છે કે કલકત્તામાં ચિટફંડ કૌભાંડ સાથે જોડાયેલ જોરદાર હંગામો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી ઘરણા પર બેસી ગઈ છે. બેનર્જીને આજે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં બજેટ ભાષણ આપવાનુ હતુ. હવે તે ધરણા સ્થળ પરથી જ વિધાનસભાને ફોન દ્વારા સંબોધિત કરશે. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યુ છે કે કલકત્તા પોલીસે સીબીઆઈના જે અધિકારીઓની ધરપકડ કરી હતી તેમને છોડી દીધા છે. સાથે જ સીબીઆઈના ઓફિસની બહાર હાજર પોલીસ કર્મચારીઓને પણ હટાવી લીધા છે. 
 
પોલીસે સીબીઆઈને ઘરમાં ઘુસતા રોક્યા 
 
ઉલ્લેખનીય છે કે કલકત્તાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારબ્ના ઘર ચિટફંડ કૌભાંડ મામલે પૂછપરછ માટે ગયા રવિવારે સીબીઆઈની એક ટીમ પહોંચી હતી પણ ત્યા ગોઠવાયેલ પોલીસે સીબીઆઈને ઘરમાં ધુસતા રોક્યા.  આ દરમિયાન સીબીઆઈના અધિકરીઓ અને ત્યા હાજર પોલીસ વચ્ચે અથડામણની સ્થિતિ બની ગઈ. કારણ કે કલકત્તા પોલીસ સીબીઆઈના કેટલાક અધિકારીઓને બળજબરી પૂર્વક નિકટના પોલીસ મથકે લઈ ગઈ. 
 
મમતા બેનર્જી રાજીવ કુમારના લાઉડન સ્ટ્રીટ ખાતે આવેલ રહેઠાણ પર પહોંચી ગઈ 
 
મામલો સામે આવ્યા પછી બંગાળના રાજકારણમાં તોફાન આવી ગયુ. ખુદ સીએમ મમતા બેનર્જી રાજીવ કુમારના લાઉડન સ્ટ્રીટ પર આવેલ રહેઠાણ પર પહોંચી ગઈ. સીબીઆઈએ શનિવારે દાવો કર્યો હતો કે રાજીવ કુમાર ફરાર છે અને શારદા તેમજ રોજ વૈલી ચિટફંડ કૌભાંડના પ્રક્રિયામાં તેમની શોધ કરવામાં આવી રહી છે. આ દાવાના એક દિવસ પછી સીબીઆઈના લગભગ 40 અધિકારીઓની ટીમ રવિવારે સાંજે કુમારના રહેઠાણ પર પહોંચી હતી પણ તેમને અંદર ન જવા દેવામાં આવ્યા.