શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (12:56 IST)

રાજ્ય સરકારે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ, દિવાળી વેકેશનમાં મળશે 14 દિવસની રજા

રાજ્ય સરકારે નવરાત્રી અને દિવાળીના વેકેશનને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી 8 દિવસનું નવરાત્રી વેકેશન રહેશે. તો 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી 14 દિવસનું દિવાળીનું વેકેશન રહેશે. રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ તારીખ મુજબ વેકેશન રહેશે. તો શાળાઓમાં 19 નવેમ્બરથી બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થશે.