સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 ઑક્ટોબર 2018 (14:05 IST)

પરપ્રાંતિયો પર હુમલા મામલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પરપ્રાંતિયો પર થતા હુમલાને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત બની છે. અને ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. સાબરકાંઠાના ગાંભોઈના ઢુંઢર ગામે પરપ્રાંતિય શખ્સ દ્વારા દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.જે બાદ રાજ્યભરમાં પરપ્રાંતિયો સામે રોષ ભભુકી ઉઠ્યો હતો. ચોક્કસ સમાજ દ્વારા પરપ્રાંતિયો પર હુમલા અને વતન ચાલ્યા જવાની ધમકીઓ આપવામાં આવી હતી. ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેર ઘોળવાની આ રાજરમત બાદ કેટલાય પરિવારો યુપી-બિહાર પરત ચાલ્યા ગયા. હજુ જઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. તો બીજીતરફ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યુ છે. ઉચ્ચ અધિકારીઓ પણ પેટ્રોલિંગમાં જોડાશે.