રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 મે 2017 (11:09 IST)

પી. ચિદમ્બરમ અને પુત્ર કાર્તિના ઘરે CBIના છાપા

કેન્દ્રીય તપાસ એજંસી સીબીઆઈએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદંબરમના કુલ 16 ઠેકાણાઓ પર મંગળવારે છાપામારી કરી છે.  સીબીઆઈએ પી. ચિદમ્બરમ ના ચેન્નઈ રહેઠાણ અને કાર્તિ ચિદમ્બરના કરાઈ કુડીવાળા રહેઠાણ પર છાપા માર્યા છે.
 
મળતી માહિતી મુજબ સીબીઆઈએ આ છાપામારી આઈએનએક્સ મીડિયાને આપેલ મંજુરીને લઈને કરી છે.  આઈએનએક્સ મીડિયાના સર્વેસર્વા પીટર મુખર્જી છે જેમના પર શીના બોરા મર્ડર કેસમાં પણ તપાસ ચાલી રહી છે. 
 
આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલ મામલામાં સોમવારે જ એફઆઈઆર નોંધવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે  જે સમયે પી ચિદંબરમ નાણાકીય મંત્રી હતા એ સમયે એફઆઈબીપીએ આઈએનએક્સના ફંડને મંજૂરી આપી હતી. 
 
આ મામલે સીબીઆઈ સોમવારે એફઆઈઆર નોંધાવી હતી. જેમા ઈન્દ્રાણી મુખર્જી, પીટર મુખર્જી અને કાર્તિ ચિદમ્બરમનુ પણ નામ હતુ.