ગુરુવાર, 1 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (15:14 IST)

Project Cheetah: સ્પેશલ વિમાનથી નામીબિયાથી ભારત આવશે ચીત્તા, તેના પર બનેલી પેંટીંગ જીતી લેશે દિલ!

PM Modi's birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જનમદિવસ એટલે કે 17 સેપ્ટેમબરના દિવસ ખાસ થશે. આ દિવસે દેશમાં લુપ્ત થઈ ગયા ધરતી પર સૌથી તીવ્ર દોડતા વન પ્રાણી ચીત્તાની આવવાના છે. હકીકતમાં 70 વર્ષ પછી નામિબિયાથી 8 ચિત્તા ભારત આવશે. તેણે લેવા માટે ખાસ વિમાન નામીબિયા પહોંચી ગયો છે. આ ચીત્તાને પીએમ મોદી મધ્યપ્રદેશના કૂનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન  (Kuno National Park) માં છોડવામાં આવશે. 
 
પેંટીંગથી શણગાર્યો છે સ્પેશનલ વિમાન 
આ ચીત્તાબે લેવા માટે જે ખાસ વિમાન નામીબિયા પહોંચ્યો છે તેને સુંદર પેંટીંગથી શણગાર્યો છે. વિમાન પર ટાઈગરની પેંટીંગ લગાવાઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પહેલા નામીબિયાથી આ સ્પેશલ વિમાનથી ચીત્તાને જયપુર લાવવામાં આવશે. તે પછી હેલીકૉપ્ટરથી તે દિવસે મધ્યપ્રદેશના કૂનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન  (Kuno National Park) લઈ જવાશે. જેણી પીએમ મોદી તેમના જનમદિવસ પર દેશને સોંપશે. 
 
ભારતના ઉચ્ચયોગએ શેયર કરી ફોટા 
ઉલ્લેખનીય છે કે ભારતમાં ચીત્તાના પુનસ્થાપનાની લાંબા સમયથી કોશિશ થઈ રહી છે આ વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે અંતરરાષ્ટ્રીય ચીત્તા વિશેષજ્ઞની બેઠક વર્ષ  2009માં થયું હતું. વર્ષ 2010 માં, ચિત્તા પુનઃસ્થાપન માટે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં 10 સંભવિત વિસ્તારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સંભવિત 10 સ્થળોમાંથી, કુનો અભયારણ્ય (હાલનું કુનો નેશનલ પાર્ક, શ્યોપુર) સૌથી યોગ્ય હોવાનું જણાયું હતું. ચિત્તાના પુનઃસંગ્રહને લગતા પર્યાપ્ત અભ્યાસના અભાવને કારણે, વર્ષ 2013 માં, સુપ્રીમ કોર્ટે ચિત્તાને ભારતમાં લાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.