ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ટ્વેંટી-20 વિશ્વ કપ
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (22:28 IST)

IND vs NAM Highlights, T20 World Cup 2021: ભારતીય બોલરો પછી બેટ્સમેનોની કમાલ, નામીબિયાને હરાવીને જીત સાથે આપી વિદાય

team india
 
ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માં ભારતે આસાન વિજય સાથે તેની યાત્રા સમાપ્ત કરી.  સુપર-12 રાઉન્ડમાં બહાર થઈ ગયેલી ભારતીય ટીમે તેની છેલ્લી ગ્રુપ મેચમાં નામિબિયા(Namibia)ને 9 વિકેટે હરાવ્યું અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)  અને કોચ રવિ શાસ્ત્રી(Ravi Shastri)ને વિજય સાથે વિદાય આપી. ભારત માટે છેલ્લી વખત કેપ્ટનશીપ કરી રહેલા વિરાટ કોહલી અને કોચ તરીકે છેલ્લી મેચની કમાન સંભાળી રહેલા શાસ્ત્રીએ ગળે મળીને તેમની યાત્રાનો અંત કર્યો હતો. દુબઈમાં રમાયેલી આ છેલ્લી મેચમાં ભારતે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગના આધારે નામિબિયાને 132ના સ્કોર પર રોકી દીધું, જેના જવાબમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ માત્ર 15.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. આ જીત સાથે ભારત ગ્રુપ રાઉન્ડમાં 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે

 
ભારતની જીત સાથે જ કોહલી-શાસ્ત્રીની યાત્રા સમાપ્ત 
 
ભારતે નામિબિયાને 9 વિકેટે હરાવીને જીત સાથે નિરાશાજનક ટુર્નામેન્ટનો અંત કર્યો. 16મી ઓવરના બીજા બોલ પર રાહુલે સીધી બાઉન્ડ્રી તરફ ચોક્કો ફટકારીને ભારતને આસાન જીત અપાવી હતી. આ સાથે જ વિરાટ કોહલીની T20 કેપ્ટનશીપ અને રવિ શાસ્ત્રીનો કોચિંગ કાર્યકાળ વિજય સાથે સમાપ્ત થયો.

રાહુલની શ્રેષ્ઠ ફિફ્ટી
 
કેએલ રાહુલે સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી છે. 15મી ઓવરના પાંચમા બોલ પર રાહુલે એક રન લીધો અને માત્ર 35 બોલમાં ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી અડધી સદી ફટકારી. રાહુલે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી છે