ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ટ્વેંટી-20 વિશ્વ કપ
Written By
Last Updated : બુધવાર, 3 નવેમ્બર 2021 (23:30 IST)

IND vs AFG T20 World Cup 2021: - T20 વર્લ્ડ કપમાં ભારતનું કમબેક, અફઘાનિસ્તાને 66 રને હરાવ્યુ

ICC મેન્સ T20 વર્લ્ડ કપની 33મી મેચ આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી કરીમ જનાતે અણનમ 42 અને મોહમ્મદ નબીએ 35 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શમીએ 3 અને અશ્વિને 2 વિકેટ લીધી હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 74 અને કેએલ રાહુલે 69 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નાયબ અને કરીમ જનાતે એક-એક વિકેટ લીધી હતી. આ T20 વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

 
- 5  ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 42/2 
- ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને રન બનાવ્યા હતા. રિષભ પંત 27 અને હાર્દિક પંડ્યા 35 રન બનાવીને અણનમ રહ્યા હતા.

10:52 PM, 3rd Nov
- 16 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 98/5 છે. મોહમ્મદ નબી 18 રને અને કરીમ જનાત 18 રને રમી રહ્યા છે.
- અફઘાનિસ્તાન 15 ઓવર પછી 88/5 છે. મોહમ્મદ નબી 16 રને અને કરીમ જનાત 10 રને રમી રહ્યા છે. 

10:43 PM, 3rd Nov
- 13 ઓવર પછી અફઘાનિસ્તાન 80/5 છે. મોહમ્મદ નબી 11 રને અને કરીમ જનાત 7 રને રમી રહ્યા છે.
- અફઘાનિસ્તાનની પાંચમી વિકેટ પડી છે. નજીબુલ્લાહ ઝદરાનને અશ્વિને 11 રને આઉટ કર્યો .