શનિવાર, 1 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 24 ઑક્ટોબર 2021 (12:12 IST)

T 20 World Cup- Ind Vs Pak મલ્ટિપ્લેક્સ મૂવીથી નહીં મેચથી હાઉસફુલ

india pakistan match T 20 world cup
અમદાવાદના તમામ PVRની સ્ક્રિન લગભગ બૂક, રૂ.649 સુધીમાં ટિકિટ વેચાઈ. લાંબા સમય બાદ ભારત-પાકિસ્તાનની મેચ યોજાઈ રહી છે ત્યારે દેશભરમાં નાગરિકોમાં ઉત્સાહ છે. 
 
આજે દેશભરમાં 35 શહેરોમાં 75થી વધુ PVR સિનેમામાં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. આમ તો કોરોના બાદ થિયેટર લોકો જવાનું ટાળી રહ્યા છે. થિયેટરમાં માત્ર 10 ટકા જેટલા દર્શકો આવી રહ્યા છે ત્યારે મેચનું આયોજન કરતા થિયેટર એક દિવસ અગાઉ હાઉસફુલ થયા છે. લોકોએ મુવી કરતા વધુ રસ ક્રિકેટ મેચમાં રાખ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.
 
સાંજે 7 વાગે મેચ શરૂ થશે. તે સમયે થિયેટરમાં મુવીની જેમ મેચ શરૂ થશે. દર્શકોને આખી મેચ થિયેટરમાં બતાવવામાં આવશે. જેમાં ક્લાસિક ટિકિટના 399, પ્રાઈમ ટિકિટના 399 અને રિક્લ્યાનરના 649 રૂપિયા સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે.