1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ટ્વેંટી-20 વિશ્વ કપ
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 23 ઑક્ટોબર 2021 (14:17 IST)

IND vs PAK T20 World Cup: કપ્તાન બાબરની હુંકાર, આ વખતે હિન્દુસ્તાનને હરાવશે પાકિસ્તાન

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન બાબર આઝમ(Babar Azam)એ વિશ્વાસ બતાવ્યો છે કે આ વખતે તેમની ટીમ આઈસીસી ટી20 વિશ્વકપ  (T20 World Cup 2021) માં ભારતને હરાવવામાં સફળ રહેશે.  ભારત અને પાકિસ્તાનની ટીમો હાઈવોલ્ટેજ શ્રેણી (IND vs PAK T20 World Cup 2021) માં રવિવારે (24 ઓક્ટોબર 2021) ના રોજ ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સામ સામે રહેશે. 
 
બાબરને જ્યારે  પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનની ટીમ ક્યારેય ભારત સામે વર્લ્ડ કપ જીતી શકી નથી, ત્યારે પાકિસ્તાનના કેપ્ટને કહ્યું કે જે પસાર થઈ ગયું છે તેના વિશે અમે નથી વિચારી રહ્યા પરંતુ તેમની ટીમ જે આવનારુ છે તેની તૈયારી કરી રહી છે.
 
વર્તમાન સમયના તેજસ્વી ખેલાડીઓમાંના એક બાબરને લાગે છે કે અત્યારે તેમની ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. 27 વર્ષીય બાબરને લાગે છે કે બંને ટીમો વચ્ચેની આ હાઇ-પ્રેશર મેચમાં જીત એ ટીમ હશે જે દબાણ હેઠળ વધુ સારું પ્રદર્શન કરશે.
 
ભારત સામેના હાઈવોલ્ટેજ મેચને લઈને બાબરને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા. તેમને પાકિસ્તાનની ટીમની રણનીતિ વિશે પણ પૂછવામાં આવ્યું. બાબરે કહ્યું કે અમે જીતવાના ઇરાદા સાથે ઉતરીશુ. અમે આ મેચ ક્રિકેટની જેમ રમીશું. વ્યૂહરચના માત્ર માનસિકતા વિશે હશે. અમે શાંત રહેવા અને જીત નોંધાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.

 
બાબર ટી 20 આંતરરાષ્ટ્રીયમાં પાકિસ્તાનનો સૌથી સફળ બેટ્સમેન છે. તેણે 61 મેચમાં 46.89 ની સરેરાશથી 2204 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના નામે એક સદી અને 22 અડધી સદી છે. તેનો સ્ટ્રાઇક રેટ 130.64 રહ્યો છે.
 
બાબર ટી 20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત કપ્તાની કરશે 
 
બર ટી 20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત ભારત સામે રમશે. કેટલું દબાણ સંભાળી શકો છો, તે સૌથી મોટો પડકાર હશે. 5 વનડે મેચ છે, પરંતુ એક પણ હાફ સેન્ચુરી પણ ફટકારી નથી