શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ટ્વેંટી-20 વિશ્વ કપ
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (12:45 IST)

Team India's Schedule In T20 - જાણી લો ભારતીય ટીમ કોની સાથે ક્યારે મેચમાં લેશે ટક્કર

ટી-20 વર્લ્ડ કપ  (T20 World Cup 2021) અગાઉ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ કોરોના વાઈરસ (Corona virus) રોગચાળાને કારણે તેને યુએઈ અને ઓમાન ખસેડવામાં આવ્યો હતો. ભારત હજુ પણ આ ટુર્નામેન્ટનું યજમાન છે. છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લી વખત 2016 માં આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે વેસ્ટ ઈન્ડીઝની ટીમ ચેમ્પિયન બની હતી. વેસ્ટ ઈન્ડિઝ એકમાત્ર ટીમ છે જેણે બે વખત આ ખિતાબ જીત્યો છે. 2016 પહેલા તેણે 2012માં ટાઈટલ જીત્યું હતું.
 
ભારત 24 ઓક્ટોબરે તેની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે, ત્યાર બાદ 31 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ અને પછી 3 નવેમ્બરે અબુ ધાબીમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ ત્રણેય મેચ બાદ વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ 5 નવેમ્બરે ગ્રુપ બીની વેજેતા ટીમ સામે મુકાબલો થશે. આ સિવાય 8 નવેમ્બરે ટીમનો મુકાબલો ગ્રુપ એમાં બીજા નંબરે રહેનારી નામીબિયા ટીમ સાથે થશે.
 
ટીમ ઈન્ડિયાનું શિડયૂલ
 
24 ઓકટોબર ભારત-પાકિસ્તાન (દુબઈ, સાંજે 7.30 વાગે)
 
31 ઓકટોબર ભારત-ન્યુઝીલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)
 
3 નવેમ્બર ભારત-અફઘાનિસ્તાન (અબુ ધાબી, સાંજે 7.30 વાગે)
 
5 નવેમ્બર ભારત-સ્કોટલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)
 
8 નવેમ્બર ભારત-નામીબિયા (દુબઈ, સાંજે 7.30 વાગે)
 
સેમી-ફાઇનલ અને ફાઇનલ શિડ્યૂલ
 
10 નવેમ્બર: પ્રથમ સેમી-ફાઇનલ
 
11 નવેમ્બર: બીજી સેમી-ફાઇનલ
 
14 નવેમ્બર: ફાઇનલ
 
15 નવેમ્બર: ફાઇનલ માટે રિઝર્વ દિવસ