મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ટ્વેંટી-20 વિશ્વ કપ
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (18:15 IST)

IND vs PAK, T20 World Cup 2021: પાકિસ્તાન નહી, Inzamam ul Haq એ ભારતને બતાવી T20 વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર

India vs Pakistan, ICC T20 World Cup 2021: ટી20 વિશ્વ કપ-2021માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK)ની વચ્ચે 24 ઓક્ટોબરે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. બંને ટીમો વચ્ચે ટી20 વિશ્વકપમાં 5 મુકાબલા રમાયા છે, જેમા બધી મેચ ભારતે પોતાને નામ કરી. વિશ્વકપમાં પાકિસ્તાનનો રેકોર્ડ ભારત સામે ખૂબ જ ખરાબ રહ્યો છે. આવામાં પૂર્વ પાકિસ્તાની કપ્તાન ઈંજમામ ઉલ હક (Inzamam ul Haq) એ ભારતને ખિતાબનો પ્રબળ દાવેદાર બતાવ્યો છે. 
 
ઈંજમામ ઉલ હક મુજબ વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીવાળી ટીમ યૂએઈની પરિસ્થિતિમાં શાનદાર પ્રદર્શન કરશે, કારણ કે તે એ પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે. ઈંજમામે પોતાના યૂટ્યુબ ચેનલ પર કહ્યુ, દરેક ટૂર્નામેંટમાં કોઈ ટીમ પ્રબળ દાવેદાર હોય છે પણ મને લાગે છે આ વિશ્વકપમાં ભારતની જીતવાની આશા વધુ છે. કારણ કે તે આ પરિસ્થિતિઓને સારી રીતે જાણે છે. 
 
તેમણે કહ્યું, “ભારતના બેટ્સમેનો કરતા બોલરો પાસે વધુ અનુભવ છે. હાલ રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં દરેક બોલરે શાનદાર પ્રદર્શન કર્યું છે.
 
ઇન્ઝમામે ઓસ્ટ્રેલિયા સામે ભારતના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “ભારત ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ સરળતાથી રમ્યું. ભારતની ટીમ ઉપમહાદ્વિપની પિચો પર શાનદાર રમત બતાવે છે. તેમણે કહ્યું કે જો માત્ર આ મેચ જોવા જઈએ તો તેમને વિરાટ કોહલીની જરૂર પણ ન પડી. 
 
જો કે, ઇન્ઝમામે એ નથી કહ્યું કે ભારત અને પાકિસ્તાનમાંથી સુપર-12 માં કઈ ટીમ ઉપર રહેશે. વર્ષ 2007માં, ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને પોતાનુ એકમાત્ર ટી 20 ટાઇટલ જીત્યું હતું.