1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ટ્વેંટી-20 વિશ્વ કપ
Written By
Last Modified: રવિવાર, 24 ઑક્ટોબર 2021 (10:05 IST)

IND vs PAK: દુબઈમાં પાકિસ્તાન ટીમની રમત ખરાબ કરશે આ ભારતીય તીવ્ર બૉલર યૂનિસ ખાનએ બાબર આજમએ કર્યો સાવધાન

આશરે બે વર્ષ પછી ભારત અને પાકિસ્તાનની ટીમ આજે ટી 20 વર્લ્ડ કપ 2021માં એક બીજાની સામે મેદાન પર ઉતરશે. દુબઈમાં ઈંટરનેશનલ સ્ટેડડિયમમાં આજની રાત્રે રોમાંચથી ભરપૂર થશે. ફટાફટ ક્રિકેટના વર્લ્ડ કપમાં પાડોશી દેશને આજ સુધી ટીમ ઈંડિયાની સામે જીત નહી મળી છે. પણ અત્યારે કપ્તાન બાબર આજમએ દાવો કર્યો છે કે આ વખતે તેમની આગેવાનીમાં પાકિસ્તાન ઈતિહાસને બદલશે. વિરાટ કોહલીની સેનામાં એવા ઘણા ખેલાડી છે જે બાબરના આ અરમાન પર પાણી ફેરી શકે છે. પણ પાકિસ્તાનને વર્ષ 2009માં ટી 20 ચેંપિયન બનાવતા પૂર્વ કપ્તાન યૂનિસ ખાનનો માનવુ છે કે જસપ્રીત બુમરાહ દુબઈમાં ટીમની રમત ખરાબ કરી શકે છે. અને તેમના ચાર ઓવર ખૂબ મહત્વપૂર્ણ થશે. 
 
અનકટ યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા યૂનિસએ કહ્યુ વિરાટ કોહલી અને બાબર આજમ ભારત પાકિસ્તાનની તરફથી બે સૌથી મોટા ધાકડ બેટસમેન છે પણ મને લાગે છે કે રોહિત શર્મા અને મોહમ્મદ રિજવાન મેચની ગરમીને વધારી શકે છે. સ્પૉટલાઈટ  સાચે બન્ને કપ્તાનની ઉપર જ હશે  તો રોહિત અને રિજવાન પર દબાણ ઓછુ થશે આ બન્ને તેમની તેમની ટીમ માટે મેચ વિનિંગ પ્રદર્શન કરી શકે છે. રોહિત સિવાય પૂર્વ કેપ્ટન મુજબ જસપ્રિત બુમરાહ આ મેચમાં પાકિસ્તાન માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં પાંચ મેચ રમાઈ છે અને તે તમામમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. એટલું જ નહીં, પરંતુ 50 ઓવરના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પડોશી દેશ સામે રમાયેલી તમામ 7 મેચ જીતી છે. એટલે કે, આંકડાની દ્રષ્ટિએ કોહલીની સેનાનો હાથ ઉપર હોય તેવું લાગે છે, પરંતુ વિરાટ બાબર આઝમની ટીમને હળવાશથી ન્યાય આપવાની ભૂલ કરવાનું પસંદ કરશે નહીં.