ગુરુવાર, 4 જુલાઈ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 એપ્રિલ 2024 (10:56 IST)

દિલ્હીમાં ચાઈલ્ડ ટ્રૈફિકિંગનો ખુલાસો - કેશવપુરમાં CBIની રેડ, બે નવજાત શિશુ, 8 બાળકો જપ્ત

child trafficking in delhi
દિલ્હીના અનેક વિસ્તારોમાં ચાઈલ્ડ ટ્રૈફિકિંગના મામલામાં સીબીઆઈની રેડ ચાલુ છે. સીબીઆઈની ટીમે છાપામારી દરમિયાન કેશવપુરમ વિસ્તારના એક ઘરમાંથી બે નવજાત બાળકો અને આઠ બાળકોનુ રેસ્ક્યુ કર્યુ છે.  આ મામલે ખરીદ-વેચાણ કરનારા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.  ધરપકડ પામેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલીક મહિલાઓ અને પુરૂષોનો પણ  સમાવેશ છે. સીબીઆઈએ ગઈકાલે સાંજે દિલ્હી-એનસીઆરમાં અનેક સ્થાન પર છાપામારી કરી હતી.  છાપામારી દરમિયાન સીબીઆઈની ટીમે કેશવપુરમના એક ઘરમાંથી બે નવજાત બાળકોનુ રેસ્ક્યુ કર્યુ. 
 
સીબીઆઈની છાપામારીમાં શરૂઆતની તપાસનો મામલો નવજાત બાળકોની ખરીદ વેચાણનો લાગી રહ્યો છે.  હાલ સીબીઆઈની ટીમ આ મામલે બાળકો વેચનારી મહિલા અને ખરીદનારી વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ મામલે સીબીઆઈએ એક મહિલા સહિત કેટલાક લોકોની ધરપકડ કરી છે. જેમા પૂછપરછ ચાલુ છે. 
 
 ઉલ્લેખનીય છે કે દિલ્હીના કેટલાક મોટા હોસ્પિટલમાંથી બાળકો ગાયબ થવાના સમાચાર મળી રહ્યા હતા. જ્યારબાદ સીબીઆઈએ અનેક સ્થાન પર છાપામારી કરી અને એક મહિલા સહિત કેટલાક લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. સીબીઆઈને બાળકોની ખરીદ-વેચાણ કરવાની સૂચના મળ્યા બાદ ગાયબ થઈ રહેલા બાળકોના તારને પરસ્પર જોડ્યા અને છાપામારી કરી.