સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ગુવાહાટી: , સોમવાર, 4 મે 2020 (12:22 IST)

કોરોનાના કહેર વચ્ચે ભારતમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ, આસામમાં 2500 ડુક્કરોનાં મોત

આસામ સરકારે રવિવારે કહ્યું કે રાજ્યમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂનો પહેલો કેસ નોંધાયો છે અને 306 ગામોમાં 2500 થી વધુ ડુક્કર માર્યા ગયા છે. આસામના પશુપાલન અને પશુચિકિત્સા મંત્રી અતુલ બોરાએ જણાવ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રની મંજૂરી મળ્યા પછી જ આ ડુક્કરોને તરત જ મારવને બદલે આ ઘાતક સંક્રમક બીમારીને ફેલાતી રોકવા માટે કોઈ અન્ય રસ્તો અપનાવશે. 
 
બીમારીનો કોવિડ -19 સાથે કોઈ સંબંધ નથી.
 
તેમણે કહ્યું કે આ રોગનો કોવિડ -19 સાથે કોઈ સંબંધ નથી. બોરાએ કહ્યું, 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝિસ (એનઆઈએચએસએડી) ભોપાલે ચોખવટ કરી છે કે આ આફ્રિકન સ્વાઇન ફ્લૂ (એએસએફ) છે. કેન્દ્ર સરકારે અમને કહ્યું છે કે  દેશમાં આ રોગનો આ પહેલો કેસ છે. "
 
ડુક્કરોની કુલ સંખ્યા 30  લાખ 
 
તેમણે કહ્યું કે, વિભાગ દ્વારા 2019 ની ગણતરી મુજબ, સૂઅરોની કુલ સંખ્યા 21 લાખની આસપાસ હતી પરંતુ હવે તે વધીને 30 લાખ થઈ ગઈ છે.