શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 મે 2020 (10:00 IST)

આજથી દિલ્હીમાં દારૂ થયો મોંઘો, કેજરીવાલ સરકારે દારૂ પર 70 ટકા કોરોના ટેક્સ લગાડ્યો

સોમવારે રાત્રે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો હતો, જેમાં દારૂના રેટમાં 70 ટકાનો વધારો થયો હતો. દિલ્હી સરકારે 'સ્પેશિયલ કોરોના ફી' હેઠળ આ ટેક્સમાં વધારો કર્યો છે. વધેલા ભાવો મંગળવારથી લાગુ થશે. દિલ્હી સરકારે MRP પર 70 ટકા વેરો જાહેર કર્યો છે, જેનો મતલબ છે  છે કે દિલ્હીમાં 1000 વાળી દારૂની બોટલ મંગળવારથી 1700 રૂપિયામાં મળશે, 
 
ઉલ્લેખનિય છે કે, સોમવારથી દેશમાં લોકડાઉનના ત્રીજા ફેઝની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાને લીધે લોકડાઉનને બે અઠવાડિયા માટે વધારી દેવામાં આવ્યું છે. જો કે આ વખતે લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. તેમાં દારૂના વેચાણને પણ મંજુરી આપવામાં આવી છે. સોમવારથી દેશના ઘણાં શહેરોમાં દારૂની દુકાન ખોલવામાં આવી હતી જ્યાં લાંબી કતારો પણ જોવા મળી હતી. ત્ચારે આજે દિલ્હી સરકારના આ નિર્ણયથી દિલ્હીમાં દારૂ મોંઘો થશે.
 
જો કે રાતોરાત સરકારે ભીડ ઓછી કરવા માટે દારૂના ભાવ વધારી દીધા છે. કહેવાય છે કે રેટ વધી જવાથી હવે દુકાનો પર ભીડ ઘટશે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાની અનેક તસવીરો સામે આવ્યાં બાદ કેજરીવાલ સરકાર વિપક્ષના નિશાને આવી ગઈ હતી. દિલ્હીમાં 40 દિવસથી વધુ દિવસ બાદ દારૂની દુકાનો સોમવારે ખુલી હતી ત્યારે કેટલીક તો બંધ કરવી પડી હતી કારણ કે દુકાનની બહાર ભેગા થયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નહતાં. ભીડને વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.