શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 3 મે 2020 (09:39 IST)

જમ્મુ કાશ્મીર: હંદવાડા મુઠભેડમાં બે આતંકી ઠાર, ઓપરેશનમાં સેનાના બે મોટા ઓફિસર સહિત 5 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં સુરક્ષાદળના પાંચ જવાન શહીદ થઈ ગયા છે. જેમાં એક કર્નલ, એક મેજર, બે જવાન અને એક પોલીસ અધિકારી સામેલ છે. જ્યારે બે આતંકીઓ પણ ઠાર મરાયા છે. હંદવાડામાં હાલ પણ એન્કાઉન્ટર ચાલું છે.
 
અથડામની પહેલાં અહીં બે વિદેશી આતંકી એક ઘરમાં છુપાયેલા હતા. સેનાને જેવી જ માહિતી મળી સેનાએ આતંકીઓના આ ઠેકાણાને જ વિસ્ફોટથી ઉડાવી દીધા. વિસ્ફોટના લીધે આખા ઘરમાં આઘ લાગી ગઇ અને સેના હવે કાટમાળને તપાસી રહ્યું છે.
 
સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
 
આ સિવાય વિસ્તારમાં પણ સેના સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આખા વિસ્તારને સીલ કરી દેવાયો છે. ગાડીઓની મુવમેન્ટને રોકી દેવાઇ છે. આપને જણાવી દઇએ કે છેલ્લાં કેટલાંક દિવસથી ઘાટીમાં આતંકી ગતિવિધિઓમાં તેજી જોવા મળી છે. આ સિવાય નિયંત્રણ રેખા પર પણ પાકિસ્તાન સતત સીઝફાયર તોડી રહ્યું છે.