શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (16:01 IST)

ફાઈઝરનો દાવો - મોતના ખતરાને 89% ઑછુ કરશે ગોળી રસીની જ્ગ્યા લેશે

અમેરિકાની ફાર્મા કંપની ફાઈજરએ કોરોનાની એક નવી દવામે લઈને એક મોટો દાવો કર્યો છે. કોવિડ 19 વિરૂદ્ધ એંટીવાયરલ ગોળી (Covid-19 Antiviral Pill) ને લઈન ફાઈજર  (Pfizer) ઈંજએ કહ્યુ છે કે તેમની ટેબલેટ હોસ્પીટલમાં દાખલ થવા અને મહામારીથી મૃત્યુ દરમાં 89% ની અછત લાવવામાં મદદગાર છે. અમેરિકા સાથે દુનિયાભરના વધારેપણ્ય દેશમાં આ સમયે કોરોનાની સારવાર માટે ઈંજેકશનનો ઉપયોગ કરાઈ રહ્યુ છે. ફાઈઝરથી પહેલા ફાર્મા કંપની મર્ક તેનાથી પહેલા જ કોવિડ 19 વિરૂદ્દ્ગ ગોળી તૈયાર છે. હવે Pfizer પણ કોવિડ-19ની રોકથામ માટે ગોળી ઉત્પાદકોની યાદીમાં સામેલ થઈ ગયું છે. કંપની મર્કની ગોળીએ પહેલાથી જ ઘણા સકારાત્મક પરિણામો આપ્યા છે. આવી સ્થિતિમાં, ફાઈઝર કોવિડ-19 વિરોધી ગોળી પર ઝડપથી કામ કરી રહ્યું છે.
 
જણાવી દઈએ કે આ સમયે મર્કની એન્ટી-કોવિડ-19 ગોળી સમીક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે ગઈ છે અને આશા છે કે ટૂંક સમયમાં તેને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે. અગાઉ ગુરુવારે, બ્રિટનની આરોગ્ય સત્તાધિકારીએ મર્ક અને રિજબેક બાયોથેરાપ્યુટિક્સ દ્વારા બનાવવામાં આવેલી કોવિડ -19 સામે વિશ્વની પ્રથમ એન્ટિવાયરલ ટેબ્લેટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
 
 Pfizer દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કોવિડ-19 એન્ટિ-વાયરલ ગોળીનું બ્રાન્ડ નામ Paxlovid હશે, જે દિવસમાં બે વખત આપવામાં આવશે. Pfizer દ્વારા આ ગોળી માટે કુલ 1,219 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાંના મોટાભાગના લોકો મેદસ્વી હતા, ગંભીર બીમારીથી પીડાતા હતા અથવા વૃદ્ધ લોકો હતા.